vidhansabha floor

Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાનું સત્ર 01 લી થી 29 ફેબ્રુઆરી સુધી મળશે: પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ

Gujarat Vidhansabha: પંદરમી ગુજરાત વિધાનસભાનું ચોથુ સત્ર તા.૧લી ફેબ્રુઆરી થી ૨૯ ફેબ્રુઆરી-૨૦૨૪ સુધી મળશે :-પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ

  • Gujarat Vidhansabha: ૨જી ફેબ્રુઆરીએ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે

ગાંધીનગર, 28 ડિસેમ્બર: Gujarat Vidhansabha: પંદરમી ગુજરાત વિધાનસભાનું ચોથુ સત્ર તા. ૧લી ફેબ્રુઆરીથી શરૂ થશે. આ બજેટ સત્રમાં તા.૨જી ફેબ્રુઆરીએ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે. પ્રવકતા મંત્રી એ ઉમેર્યું કે,આ સત્રમાં પૂર્ણ કક્ષાનું બજેટ વિધાનસભા ખાતે રજૂ કરાશે.સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. બંધારણના અનુચ્છેદ મુજબ તારીખ ૧લી ફેબ્રુઆરીના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહની બેઠકને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે.
તેમણે કહ્યું કે, વર્ષ૨૦૨૪-૨૫નું બજેટ તા.૨જી ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટસત્રમાં ૨૬ બેઠકોમાં ચર્ચા થશે. સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પણ બેઠકો રાખવામાં આવી છે. જે અંતર્ગત સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા સત્ર દરમિયાન દિવસના પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે. જ્યારે વિધાનસભા સત્ર દરમ્યાન કામકાજના ૨૪ દિવસ રહેશે.

Gujarat Corona Alert: રાજ્યમાં JN.1 વેરિયન્ટના 36 કેસ નોંધાયા, 14 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો