Dreams: ખ્વાબ તૂટે સાથ છૂટે દર્દમાં ડૂબવાની જરૂર નથી…
Dreams: એક છે સવાલ જવાબ મૌન પાળવાની જરૂર નથી

કહી દે એક વાત કે કંઈ સુધારવાની જરૂર નથી,
મનપ્રિતને પળેપળે યાદ રાખવાની જરૂર નથી.
ખ્વાબ તૂટે સાથ છૂટે દર્દમાં ડૂબવાની જરૂર નથી ,
મળશું ક્યારે એવી કંઈ ચિંતા કરવાની જરૂર નથી.
સાથ આટલો ખૂબ છે સંગાથે જીવવાની જરૂર નથી,
ડૂબ્યા છીએ એ હદે કે કિનારો શોધવાની જરૂર નથી.
સમજે કે ના સમજે સમજાવવાની જરૂર નથી,
અહીંનું અહીં ત્યાંનું ત્યાં હિસાબ રાખવાની જરૂર નથી.
એક છે સવાલ જવાબ મૌન પાળવાની જરૂર નથી,
દૂર ક્યાં જઈશું ? આભને કંઈ ઓઢવાની જરૂર નથી .
આ પણ વાંચો:- Examination of parents: માતાપિતા, બાળક અને પરીક્ષા, બેટાં અમે આ પરીક્ષા પાછળ બહુ જ પૈસા ખર્ચ્યા છે એટલે……..
