Happy Birthday Agan Rajyaguru

Happy Birthday Agan Rajyaguru: ને એમના જન્મદિવસ પર ગઝલપૂર્વકની શુભેચ્છાઓ..!!

google news png

Vaibhavi Joshi: Happy Birthday Agan Rajyaguru

આ શબ્દો છે આજ રોજ એટલે કે ૮ ઓગસ્ટનાં રોજ અમરેલી જિલ્લાનાં ફિફાદ ગામમાં જન્મેલાં ગઝલકાર અગન રાજ્યગુરુનાં. કેટલી સહજ, સરળ અને અનુભવાય એવી વાત એમણે થોડા જ શબ્દોમાં કહી દીધી. એક એવું નિખાલસ અને દરેકનાં હૃદયને સ્પર્શી જાય એવું વ્યક્તિત્વ એટલે અગન રાજ્યગુરુ. આજે એમનાં જન્મદિવસ નિમિત્તે સહુથી પહેલા તો એમને જન્મદિવસની ગઝલપૂર્વક શુભેચ્છાઓ. આપ સદાય આમ જ સ્વસ્થ રહો, હસતા રહો, આજીવન લખતાં રહો તથા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મારી અંતરમનથી શુભેચ્છાઓ..!!

ભાગ્યે જ કોઈને ખબર હશે પણ આમ તો એમનું સાચું નામ યજ્ઞેશ દવે છે પણ એ અગન રાજ્યગુરુનાં નામથી પ્રખ્યાત છે. મારી જેમ જ એ પણ મરીઝ સાહેબનાં અઠંગ બંધાણી. મને આજે પણ યાદ છે જયારે મેં મરીઝ સાહેબ પર લેખ લખેલો ત્યારે એમની સ્મરણાંજલિની ઇમેજ સાથે અગન રાજ્યગુરૂનો શેર મેં મારાં હાથે લખેલો જે આજે ફરી ટાંકુ છું.

મરીઝ નામે ખુદાએ શબ્દનો દીવો કર્યો રોશન

પ્રગટતાં જાય છે લાખો દીવાઓ તેજથી એનાં..!

ભલભલા શાયરો અને ગઝલકારો મરીઝ સાહેબ માટે લખવા બેસે ત્યારે એમનાં શબ્દો ઓછા પણ પડે અને આછા પણ પડે. ત્યારે આ ‘અગન’ જેવો એક નવયુવાન આટલી નાની ઉંમરે મરીઝ સાહેબનાં વ્યક્તિત્વને આમ ઝળાંહળાં કરી જાય અને એ પણ એક શેર માત્રથી એ બહુ મોટી ઉપલબ્ધી છે. એમનાં સમકાલીન કવિઓ અને ગઝલકારોથી સાવ જ નોખા તરી આવતા આ ગઝલકારની ગઝલમાં મને હંમેશા એક ‘મરીઝયત’ જોવા મળી છે. આટલી નાની ઉંમરમાં લખાણમાં મરીઝયત હોવું એ વાત જ એમની ઉમદા ગઝલોની ચાડી ખાય છે.

Rakhi Sale 2024 ads

એક નિખાલસ વાત કરું તો શરૂઆતમાં જયારે હું આ ગઝલકારની ગઝલો વાંચતી ત્યારે મને એમ લાગતું કે કોઈ મોટી ઉંમરનાં ખુબ અનુભવી ગઝલકાર હશે જે જિંદગીનાં તમામ રસને પચાવીને બેઠા છે પણ મને શું ખબર કે આ તો એક ઉભરતો ગઝલકાર છે જેની કલમમાં આવો જબરદસ્ત નિચોડ છે. કદાચ ગયા વર્ષે જ સોશિઅલ મીડિયામાં તેઓ સક્રિય થયા અને આટલા ટૂંકા સમયમાં એક વિશાળ ચાહક વર્ગ એમણે ઉભો કર્યો છે. ખુબ જ ટૂંકા સમયમાં સહુનાં આદર અને સ્નેહને પાત્ર બન્યા છે.

ક્યારેક ક્યારેક તો એમની ગઝલો વાંચું તો મને એમ લાગે કે જેમનાં લગ્નને કદાચ વર્ષો થઈ ગયાં હોય કે જેમણે લીલીવાડી જોઈ લીધી હોય અને એક સંઘર્ષમય જીવન જીવીને સફળતાનાં એક એવા મુકામ પર આવી પહોંચ્યા પછી જે અનુભવનો નિચોડ એક લેખકની કલમમાં દેખાય એવો નિચોડ એમની ગઝલોમાં મને દેખાયો છે. હજી તો એમને એ બધી જવાબદારીઓના ઉંબરે પગ પણ નથી મુક્યો અને આ ધાર છે એમની કલમમાં તો ખરેખર જયારે એ મુકામ પર પહોંચશે ત્યારે એ કલમની ધાર કેવી તેજ તર્રાર અને કસાયેલી હશે. એમનો પ્રથમ ગઝલ સંગ્રહ “તમારી યાદમાં” નાં વિમોચન વખતે એમને પઠન કરતાં સાંભળો તો નવાઈ લાગે કે આવડા અમથા યુવાને ૧૬૪ જેટલી માતબર ગઝલો આપી.

આ પણ વાંચો:- Fake Kinnar: અમદાવાદમાં પકડાયો એક નકલી કિન્નર; કિન્નરના કારનામા જાણી તમે પણ ચોંકી જશો

એક સજ્જન વ્યક્તિ, સાહિત્યની અવિરત સેવા કરનાર અને એક ઉમદા મિત્ર અને ખાસ તો એકવાર જેમની ગઝલોમાં ઊંડા ઉતરો પછી બહાર નીકળવાનું મન ન થાય એવા ગઝલકારને જો ઊંડાણથી જાણવા અને સમજવા હોય તો એમની ગઝલોનું રસપાન જરૂર કરજો. આજનાં સમયમાં ઘણી વાર બહુ સહેલાઈથી મળી જતી ખોટી પ્રસિદ્ધિઓથી દૂર, મૌન રહીને જેમણે એમનું સર્જન કરે રાખ્યું એ આ ગઝલ સંગ્રહનાં રૂપમાં એમનાં ભાવકોના હાથમાં છે. મા સરસ્વતીનાં જેમનાં પર ચાર-ચાર હાથ છે એવા સરળ અને નિખાલસ વ્યક્તિવ માટે હું કહું એટલું ઓછું પડે.

આશા રાખું કે એમનો બીજો ગઝલ સંગ્રહ “તમારી રાહમાં” પણ એટલી જ લોકચાહના પામે જેટલો એમનો પ્રથમ સંગ્રહ “તમારી યાદમાં” સહુ ભાવકોનાં પ્રેમને પાત્ર બનેલો. ફરી એકવાર કવિરાજને એમના જન્મદિવસ પર ગઝલપૂર્વકની શુભેચ્છાઓ..!!

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *