Independence Day-2024: દેશના વીરો
Independence Day-2024: દેશ આખો શાંતિથી સૂવે છે, મેળવે છે ‘હર્ષ’;

સલામત છે સરહદ, ચોકી કરે છે દેશના વીરો,
રક્ષા કાજ ભારતની, ગોળી ઝીલે છે દેશના વીરો.
ખાવાપીવાનું ને સૂવાનું ક્યારે એ ક્યાં પૂછે છે?
ઘનઘોર રે જંગલ, ખડેપગે રહે છે દેશના વીરો.
ક્યારે બંધ થાય શ્વાસ એની છે કોને ખબર?
મૃત્યુના ઓછાયા હેઠળ શ્વાસ લે છે દેશના વીરો.
દેશ આખો શાંતિથી સૂવે છે, મેળવે છે ‘હર્ષ’;
સૌની શાંતિ માટે શહીદી વહોરે છે દેશના વીરો.
જરુર પડે તો વિશ્વ જોવાનું શાંત ભારતની વીરતા,
શત્રુને હિંદનો જુસ્સો ‘પરખ’ કરાવે છે દેશના વીરો.
આ પણ વાંચો:- 78th Independence Day: હું તો બહુ જ દેશપ્રેમી છું……વૈભવી જોશી
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો