Maa Baap: મા-બાપનું ઋણ
મને મારા મા-બાપે મોટો કર્યો,
ને મેં એમના નામને મોટું કર્યું.
નથી સગવડ, નથી સંપત્તિ કે સત્તા,
મેં બસ સમાજને સામે જોતું કર્યું.
હતી ઝૂંપડી પણ હૈયું હતું મોટું,
મેં ગરીબીને પણ ગરવું ઘરેણું કર્યું.
પસીનો વહાવીને સીંચ્યું હતું એમને,
મેં એમના સપનાનું આકાશ જીવતું કર્યું.
નથી થાક લાગ્યો કદી ‘રાહગીર’,
મેં સંસ્કારોના પગરખે ચાલતું કર્યું.

