Pollution: પહેલુ સુખ તે જાતે નર્યા…
Pollution: માનવે”વસુન્ધૈવમ કુટુંબકમ્”ની ભાવના રાખવી.જો પર્યાવરણને પ્રદુષણ મુક્ત રાખવુ હોય તો વૃક્ષો વાવવાનો આગ્રહ રાખવો
Pollution: વૃક્ષોનું ઘટતુ જતું પ્રમાણ અને ઋતુચક્રનું અસંતુલન એ સૃષ્ટિ માટે ચિંતાનો વિષય છે. આ ચિંતા માટે જવાબદાર છે માનવની સ્વાર્થીવૃતિ અને પ્રકૃતિને નુકશાન પહોંચાડી સફળતાના સોપાનો સર કરવાની હીનવૃતિ જવાબદાર છે.વધતુ જતુ તાપમાન,ઓઝોનના પાતળા પડમાં પડતી તિરાડ, હાનિકારક પારજાંબલી કિરણનું ધરતી ઉપર આગમન,કેજે પૃથ્વીનાં જીવો માટે હાનિકારક છે.ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ,ધૃવ પ્રદેશનો પિગળતો જતો બરફ આ બધુ પૃથ્વીનાં જીવો માટે ખતરારુપ છે,આ બધાં જ માનવીએ બીજ માનવી એજ રોપ્યાં છે,પણ અફસોસ એનું પરિણામ આખી જીવસૃષ્ટિ ભોગવી રહી છે.તે જાણવા છતાં માનવ પોતાની હીન પ્રવૃતિઓ છોડતો જ નથી.પોતાની ઉચ્ચ મહત્વકાંક્ષા માટે પ્રકૃતિને નુકશાન કરી સફળતાના શીખરો ચડનાર માનવ આ વાતથી અજાણ છે કે તે પોતાના પગ પર જ કુહાડી મારી રહ્યો છે.”હે માનવ હવે તુ ચેતી જા તો સારું છે.
તારી ઉંચી મહત્વકાંક્ષા કોઇ જીવ યા પ્રકૃતિને નુકશાન પહોંચાડીને કરીશ માં.21મી સદીનો માનવ પોતાની જાતને કુદરતનાં સમકક્ષ સમજી રહ્યો છે.તેની આ ગેરસમજ જ પ્રલયને આમંત્રિત કરે છે. જેમકે વૃક્ષો કાપવા સમૃદ્ધ ના પાણીને શોષી ગગનચુંબી ઇમારતો ચણવી, ફેકટરીનું ગંદુ પાણી નદીમાં છોડવું વાહનોમાં પૂરાતા પેટ્રોલ અને ડિઝલના દૂષિત ધુમાડામાંથી નિકળતો ઝેરી કાર્બન મોનોક્સાઈડ જે હવાને દુષિત કરે છે,માટે પેટ્રોલ અને ડિઝલનો ઉપયોગ ઓછો કરવો, ફેકટરીમાંથી નિકળતો કાર્બન ડાયોક્સાઇડ હવાને દુષિત કરે છે, માણસે ભલે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ કરી હોય,પણ કુદરત સામે લાચાર છે.
મેડિકલ ક્ષેત્રે પણ માનવે ઘણો વિકાસ કર્યો છે, અસંભવ રોગોની દવાઓ શોધી છે તો શિતળા પ્લેગ જેવા રોગોને નાબૂદ કર્યા છે, તો ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લુ,ચિકનગુનિયા, કેન્સર, કોરોના જેવા રોગોને આમંત્રણ પણ પાઠવ્યુ છે.જેને આખી દુનિયાને પોતાના ખોફથી ઘરમાં રહેવા માટે મજબુર કરી રાખી છે, તે મહામારી કોરોના પણ ધરતીમાંને માનવે જ ભેટ આપી છે. જાણતાં અજાણતાં માનવ પ્રકૃતિને ક્ષતિ પહોંચાડવા પ્રયત્ન કરે છે ત્યારે કુદરતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઇએ,વૈજ્ઞાનિકો પ્લાસ્ટિકને રાક્ષસ તરીકે પણ ઓળખે છે,તે માનવ માટે તો હાનીકારક છે પણ પૃથ્વીનાં અબોલ જીવોને પણ ક્ષતી પહોંચાડે છે.
માનવે”વસુન્ધૈવમ કુટુંબકમ્”ની ભાવના રાખવી.જો પર્યાવરણને પ્રદુષણ મુક્ત રાખવુ હોય તો વૃક્ષો વાવવાનો આગ્રહ રાખવો.જેનાથી પર્યાવરણનું પ્રદુષણ અને જીવન બંન્ને સુધરે છે.


