kyunki 2

Ekta kapoor statement: ક્યોકિં સિઝનની જાહેરાત બાદ સ્મૃતિ ઇરાની રાજકારણ છોડશે કે નહીં? જુઓ તુલસી વિરાનીનો નવો લુક

google news png

મનોરંજન ડેસ્ક, 10 જુલાઇઃ Ekta kapoor statement: સ્મૃતિ ઈરાનીએ વર્ષ 2000માં તુલસી બનીને દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી, પરંતુ 2008 પછી તેઓ નાના પડદાથી દૂર થઈ ગયા હતા. તેઓ એક અભિનેત્રીની સાથે સાથે એક નેતા પણ બની છે. સ્મૃતિ ઈરાની લાંબા સમયથી નાના પડદાથી દૂર હતા, પરંતુ હવે તેઓ ફરી એકતા કપૂરના હિટ ટીવી સીરિયલ ‘ક્યું કિ સાંસ ભી કભી બહુ થી’ ની બીજી સિઝન સાથે વાપસી કરી રહ્યા છે.

તાજેતરમાં, ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ સિઝન 2નો નવો પ્રોમો રિલીઝ થયો, જેનાથી દર્શકો ખુશ થયા. ચાહકો ફરી એકવાર ‘તુલસી’ને જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. દરમિયાન, સ્મૃતિ ઈરાનીએ સ્પષ્ટ કર્યું કે અભિનય તેમના માટે ફૂલ-ટાઈમની નોકરી નથી પરંતુ પાર્ટ-ટાઈમ નોકરી છે.’

મીડિયા સાથેની વાતચીતમાં સ્મૃતિએ કહ્યું – ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ એ એક સાઈડ પ્રોજેક્ટ છે. મોટાભાગના દર્શકો માટે, આ પ્રોજેક્ટ કોઈ વ્યક્તિનો નહીં, પણ અભિનેતાઓ અને લેખકોની ટીમનો છે. હું નમ્રતાપૂર્વક કહું છું કે હું તે ટીમમાં સૌથી વધુ ઓળખાતો ચહેરો છું, પરંતુ હું એક ફૂલ-ટાઈમ રાજકારણી અને પાર્ટ-ટાઈમ અભિનેત્રી છું. જેમ ઘણા રાજકારણીઓ પાર્ટ-ટાઈમ વકીલો, શિક્ષકો અથવા પત્રકારો હોય છે. હું બંને વસ્તુઓ એકસાથે કરી રહી છું, જે સમજવું થોડું મુશ્કેલ છે. હું બસ સ્પોટલાઈટમાં છું.’

આ પણ વાંચો:- Mass transfer of chief officers: ગુજરાતની વિવિધ નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની સામુહિક બદલી, જુઓ યાદી

આ અંગે સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું કે, ‘હું એવા લોકોથી પરેશાન નથી જે કહે છે કે ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ પિતૃસત્તાક વિચારસરણીને પ્રોત્સાહન આપે છે. મને ચિંતા નથી કારણ કે તે ટીકા રચનાત્મક કે માહિતીપ્રદ નહોતી. આ શોમાં 25 વર્ષ પહેલાં મેરિટલ રેપ, પુખ્ત સાક્ષરતા અને ઈચ્છામૃત્યુ જેવા મુદ્દા પર વાત કરવામાં આવી હતી.

BJ ADVT

આ એવા મુદ્દાઓ હતા જેના વિશે તે સમયના મેનસ્ટ્રીમના સિનેમાએ પણ વાત કરી ન હતી અને અમે તેમને ફેમિલી માટે બનાવેલા ટીવી સ્લોટમાં બતાવ્યા. 25 વર્ષ પહેલાં પે-પેરિટી જેવી કોઈ વસ્તુ નહોતી. અમે પે-પેરિટી લાવ્યા, જ્યાં ચૂકવણી પ્રતિભા અનુસાર કરવામાં આવતી હતી, લિંગ અનુસાર નહીં. એકતા કપૂરને 10:30 સ્લોટ મળ્યો હતો, જે ડેડ સ્લોટ માનવામાં આવતો હતો, પરંતુ અમે તેને પ્રાઇમ ટાઇમ બનાવ્યો.’

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો