63409000 edited

ઐયર ભાઇને આ રીતે મળ્યો બબીતા(iyer babita)ના પતિનો રોલ? વાંચો આ રસપ્રદ કહાની

iyer babita

ટેલિવુડ ડેસ્ક, 03 એપ્રિલઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં દર્શકોને બબીતા અને જેઠાલાલની વાત ચીત થતી હોય તેમાં ઐયર ભાઇ હોય તો મજા પડી જાય છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે બબીતાના પતિ(iyer babita)ના રોલમાં ઐયર ભાઇની એન્ટ્રી કેવી રીતે થઇ? ઐયરની ભૂમિકા ભજવનાર તનુજ અગાઉ લેખક તરીકે શો સાથે સંકળાયેલા હતા. વાત એમ છે કે, ઐયર એટલે કે તનુજ મહાશબ્દ શોમાં બબીતાજીનો પતિ(iyer babita) કેવી રીતે બન્યો તેની વાર્તા પણ ઘણી રસપ્રદ છે. દિલીપ જોશીને કારણે તનુજને ઐયરની ભૂમિકા મળી હતી. ખરેખર, તનુજ સેટ પર શૂટિંગ દરમિયાન મુનમુન દત્તા એટલે કે બબીતા ​​જી સાથે એક દ્રશ્ય વિશે વાત કરી રહ્યા હતા. ત્યારે દિલીપ જોશીએ તેમની નજર પકડી લીધી. તેણે બંનેની વાતચીતને નજીકથી જોઈ અને ત્યારબાદ નિર્માતાઓને શોમાં તનુજ અને મુનમુનને પતિ-પત્ની(iyer babita) તરીકે કાસ્ટ કરવા સૂચન કર્યું. ત્યારબાદ બંને પતિ અને પત્ની તરીકે પડદા પર જોવા મળ્યા.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, નોંધપાત્ર વાત એ છે કે, આ શોમાં દક્ષિણ ભારતીયનો રોલ કરનાર તનુજ મૂળ મહારાષ્ટ્રીયન છે, દક્ષિણ ભારતીય નથી. મુનમુન દત્તા (બબીતા ​​જી) ની વાત કરીએ તો તે જ્યારે માત્ર 20 વર્ષની હતી ત્યારે તે આ શોનો ભાગ બની હતી. તે શોમાં ઐયર(iyer babita)ની પત્ની તરીકે ઘણાને પસંદ આવી છે.ઐયર ભાઈ હકીકતમાં મધ્ય પ્રદેશ રાજયના રહેવાસી છે.તે મધ્ય પ્રદેશના ઇન્દૌર શહેરની નજીક આવેલ દેવા શહેરના રહેવાસી છે. ઐયર ભાઈ અભિનય સિવાય લેખન વગેરેનું પણ કામ કરે છે. તેઓને ભગવાનની પૂજા-પાઠ કરવાનું વધારે ગમે છે. તેમણે ડીપ્લોમાં ઈન મરીન કોમ્યુનિકેશન નો અભ્યાસ કર્યો છે.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, દિલીપ જોશી અને મુનમુન દત્તા તારક મહેતાના ઉલ્ટા ચશ્મા પહેલા પણ એક શોમાં જોવા મળ્યા હતા. હમ સબ બારાતી શોમાં બબીતા ​​અને જેઠા લાલ એક સાથે જોવા મળ્યાં હતાં. આ શો વર્ષ 2004 માં પ્રસારિત થયો હતો. આ પછી, બંને 2008 માં ‘તારક મહેતા નો ભાગ બન્યા. જેઠાલાલ ત્યારથી બબીતાજીને ઓનસ્ક્રીન ફ્લર્ટ કરે છે.મિસ્ટર ઐયર ભાઈ એટલે કે તનુજ મહાશબ્દે પહેલા નાટકોમાં કામ કરતા હતા. અને આ દરમ્યાન તેમણે એક નાટક રામ બોલો ભાઈ રામમાં નામના નાટકમાં રાવણનું પાત્ર ભજવ્યું હતું. આ નાટક તમિલ ભાષામાં હતું.

આ પણ વાંચો….

મોબાઇલ જોવામાં મગ્ન નર્સે એકની એક જગ્યાએ બે વખત રસી ડોઝ(double dose vaccine) આપી દીધા, અધિકારીએ કહ્યું- કડક કાર્યવાહી થશે