DKA Breaking

Johnny Wactor Dead: હોલિવૂડ અભિનેતા જોની વેક્ટરની ગોળી મારી હત્યા કરાઇ, ફેન્સમાં શોકની લાગણી

Johnny Wactor Dead: અભિનેતા પર ચોરે લોસ એન્જિલ્સમાં હુમલો કર્યો હતો

google news png

મનોરંજન ડેસ્ક, 27 મેઃ Johnny Wactor Dead: હોલિવૂડ અભિનેતા જોની વેક્ટરની ગોળી મારી હત્યા કરવામાં આવી છે આ દુખદ સમાચારને લઈ અભિનેતાના ચાહકોમાં દુખની લાગણી જોવા મળી રહી છે. ચોર અભિનેતાની કારમાંથી ચોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જેને અભિનેતાએ અટકાવ્યા હતા , આ દરમિયાનઅભિનેતા જોની વેક્ટરની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.

અભિનેતા પર ચોરે લોસ એન્જિલ્સમાં હુમલો કર્યો હતો. અભિનેતાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.અભિનેતા અંદાજે 37 વર્ષનો છે. આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેના ચાહકો સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો:- Payal Kapdia: ભારતની પાયલ કાપડિયાએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીતી રચ્યો ઇતિહાસ

જોનીના એજન્ટ ડેવિડ શૈલે તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. ‘પીપલ્સ મેગેઝિન’ સાથે વાત કરતા ડેવિડે જોનીને ‘અદ્ભુત વ્યક્તિ’ તરીકે યાદ કર્યા. તેણે કહ્યું, ‘તે ખૂબ જ પ્રતિભાશાળી હતો. જેઓ તેને ઓળખતા હતા તેમના માટે તે એક અદ્ભુત વ્યક્તિ હતો. તેણે સખત મહેનત કરી અને ક્યારેય હાર ન માની. પ્રોફેશનલ લાઈફમાં પણ તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો હતો. ડેવિડ શૉલે આગળ કહ્યું, ‘તેમના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા છે.’

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો