કાર્તિકના હાથમાંથી વધુ એક ફિલ્મ ગઇ, દોસ્તા અને ફ્રેડી બાદ આ મોટી ફિલ્મમાંથી બહાર થયો કાર્તિક આર્યન(kartik aryan), વાંચો શું છે હકીકત?
બોલિવુડ ડેસ્ક, 01 જૂનઃ છેલ્લા કેટલાય સમયથી કાર્તિક આર્યન(kartik aryan)ને ફિલ્મોમાંથી બહાર કરવાની વાત જાણવા મળી રહી છે. પહેલા દોસ્તાના 2માંથી અને પછી ફ્રેડીમાંથી દૂર કરવાના સમાચાર આવ્યા હતા. જેને લોકો નેપોટિઝમનો શિકાર પણ કહી રહ્યા છે. હવે એવા સમાચાર વહેતા થયા છે કે, તેને(kartik aryan) આનંદ એલ રાયની ફિલ્મમાંથી દૂર કરવામાં આવ્યો છે. તેના સ્થાને આયુષ્માન ખુરાનાને લેવાની વાતચીત ચાલી રહી છે.

જોકે આનંદ એલ રાયની ટીમે આ વાતને ખોટી ગણાવી છે. તેમણે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, અમે કાર્તિક આર્યન(kartik aryan) સાથે ફિલ્મ માટે સંપર્ક કર્યો છે અને તેના પર વાતચીત ચાલી રહી છે. તેમજ આયુષ્યમાન ખુરાના સાથે અન્ય એક ફિલ્મની વાતચીત ચાલુ છે. આ બન્ને વાતની ભેળસેળ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યનને હાલમાં જ કરણ જોહર અને શાહરૂખ ખાન નિર્માણ કંપનીમાંની બે ફિલ્મોમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે.

આ પણ વાંચો….
આ ગર્ભવતી મહિલાએ એક ડિલિવરી બાદ 5 જ દિવસમાં ફરી 2 બાળકોને જન્મ આપ્યો અને બનાવ્યો World Record..!
