munnaver

Munawar faruqui hospitalized hospitalized: મુનાવર ફારુકીની તબિયત બગડતા હોસ્પિટલમાં થયો દાખલ, વાંચો વિગત

Munawar faruqui hospitalized: મુનાવરને એક જ મહિનામાં બીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે

મનોરંજન ડેસ્ક, 25 મેઃ Munawar faruqui hospitalized: મુનાવર ફારુકીની તબિયતને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેના પછી તે તેના ચાહકોમાં ચર્ચામાં છે. ‘બિગ બોસ 17’ના વિજેતાને એક જ મહિનામાં બીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મુનાવર ફારુકીની તબિયત સતત બગડી રહી છે, જેના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળતા નથી.

સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારૂકીને ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના બેડ પર આરામ કરતા મુનાવર ફારૂકીનો એક ફોટો સામે આવ્યો છે જેને તેના મિત્રએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

આ પણ વાંચો:- Heat Wave Alert: ગુજરાતમાં અગામી 2 દિવસ ભારે ગરમી પડશે, 18થી વધુ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

આ તસવીરમાં તમે જોઈ શકો છો કે મુનાવર ફારુકીને બોટલ ચઢી રહ્યો છે. તસવીર શેર કરતી વખતે તેણે લખ્યું, ‘હું મારા ભાઈને ઝડપથી સાજો થાય તેવી કામના કરું છું.’ આ ફોટો વાયરલ થતાની સાથે જ મુનાવર ફારુકીના ચાહકો તેના જલ્દી સ્વસ્થ્ય થવાની પ્રાર્થના કરવા લાગ્યા હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો