Property Dispute: કરિશ્મા કપૂરના બાળકો પિતાની પ્રોપર્ટીમાં માંગ્યો ભાગ; હાઈકોર્ટમાં કરી અરજી
Property Dispute: સમાયરા કપૂર અને કિયાન કપૂરે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં તેમણે 21 માર્ચ 2025ના વસિયતનામાને શંકાસ્પદ, બનાવટી અને નકલી હોવાનું કહ્યું છે.

મનોરંજન ડેસ્ક, 10 સપ્ટેમ્બરઃ Property Dispute: બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરના વસિયતનામા પર મોટો વિવાદ થયો છે. તેમના બાળકોએ સૌતલી માતા પ્રિયા કપૂર પર બનાવટી દસ્તાવેજો હોવાનો આરોપ લગાવીને કોર્ટમાં અરજી દાખલ કરી છે. સમાયરા કપૂર અને કિયાન કપૂરે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં તેમણે 21 માર્ચ 2025ના વસિયતનામાને શંકાસ્પદ, બનાવટી અને નકલી હોવાનું કહ્યું છે.
STORY | Actor Karisma Kapoor's kids move Delhi HC for share in late father's property
— Press Trust of India (@PTI_News) September 9, 2025
The two children of Bollywood actor Karisma Kapoor on Tuesday moved the Delhi High Court seeking share in their late father Sunjay Kapur's property. The plaint, which is likely to come up for… pic.twitter.com/75FqYq4VX2
અરજીમાં (Property Dispute) પ્રિયા કપૂર પર આરોપ છે કે, તેમણે 7 અઠવાડિયા સુધી સંજય કપૂરની વસિયતનામાને છુપાવી રાખ્યા હતા. દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં બાળકોએ તેમના પિતાની મિલકતમાં 20-20 ટકા હિસ્સો માંગ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેમણે બધી મિલકતો ફ્રીઝ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો:- PM’s 11 September Program: પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે
કરિશ્મા કપૂરના બાળકો સમાયરા કપૂર અને કિયાન કપૂરે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું કે, 21 માર્ચ 2025ના વસિયતનામાને શંકાસ્પદ, બનાવટી અને નકલી હોવાનું ગણાવ્યું છે. અરજીમાં પ્રિયા કપૂર 7 અઠવાડિયા સુધી સંજય કપૂરના વસિયતનામાને છુપાવી રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
