TMKOC new family

TMKOC: હવે કોમલ ભાભીએ પણ તારક મહેતા શો છોડ્યો! સિરિયલમાં નવા ફેમિલીની થઇ એન્ટ્રી

TMKOC: તાજેતરમાં સમાચાર આવ્યા છે કે શોમાંથી મીસીસ હાથી એટલે કે કોમલ ભાભીનું પાત્ર ભજવનારી અભિનેત્રી અંબિકા રંજનકર શો છોડી ચૂકી છે.

google news png

મનોરંજન ડેસ્ક, 21 ઓગષ્ટઃ TMKOC: લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પ્રસારિત થયાને 17 વર્ષ થઈ ગયા છે અને આ 17 વર્ષોમાં લોકોએ આ શોને ઘણો પ્રેમ આપ્યો છે. આ જ કારણ છે કે તે દર વખતે TRPની યાદીમાં ટોચનું 5મું સ્થાન મેળવે છે. અત્યાર સુધીમાં તેના 4,479 થી વધુ એપિસોડ આવી ચૂક્યા છે, જેમાં દર્શકોને વિવિધ સ્ટોરી બતાવવામાં આવી છે. હવે તાજેતરમાં સમાચાર આવ્યા છે કે શોમાંથી મીસીસ હાથી એટલે કે કોમલ ભાભીનું પાત્ર ભજવનારી અભિનેત્રી અંબિકા રંજનકર શો છોડી ચૂકી છે.

સમાચાર આવ્યા કે કોમલ હાથીનું શો છોડી ચૂક્યા છે. ખરેખર, અંબિકા છેલ્લા કેટલાક એપિસોડથી શોમાંથી ગાયબ હતી. પરંતુ અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું છે કે તે હજુ પણ શોનો ભાગ છે. કેટલાક મહત્વપૂર્ણ કારણોસર, તેણીએ શોથી અંતર રાખ્યું હતું પણ તેને મતલબ એ નથી કે તે શો છોડી ચૂક્યા છે.

એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં, અંબિકાએ શો છોડવાના સમાચારને અફવા દીધા છે. અભિનેત્રીએ કહ્યું, “ના, મેં શો છોડ્યો નથી. હું હજુ પણ તારક મહેતાનો ભાગ છું. કેટલાક વ્યક્તિગત કારણોસર, હું થોડા સમય માટે દૂર હતી.

અભિનેત્રીએ કહ્યું મને મારા માટે થોડો સમય જોઈતો હતો.” અંબિકાના આ નિવેદન પછી, તેના ચાહકો ખુશ છે. અંબિકા શરૂઆતથી અત્યાર સુધી આ શો સાથે છે. અભિનેત્રીએ આ શો સાથે 17 વર્ષ પણ પૂર્ણ કર્યા છે.

આ પણ વાંચો:- Railway New Rules: રેલ્વે સ્ટેશનો પર એરપોર્ટ જેવા નિયમો, સામાનનું વજન કરવું પડશે

ઉલ્લેખનીય છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિલીપ જોશી, મુનમુન દત્તા, અમિત ભટ્ટ, મંદાર ચાંદવાડકર, સોનાલિકા જોશી, સુનયના ફૌજદાર, સચિન શ્રોફ સહિત ઘણા સ્ટાર્સ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે. તાજેતરમાં, નિર્માતાઓએ ગોકુલધામ સોસાયટીમાં એક નવા રાજસ્થાની પરિવાર બિંજોલાને એન્ટ્રી આપી છે.

આ પરિવારમાં અભિનેતા કુલદીપ ગોર રતન બિંજોલાની ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે તેમની પત્ની રૂપા ધરતી ભટ્ટ છે. તેમના બાળકો વીર અને બંસરી અક્ષરા સેહરાવત અને માહી ભદ્ર દ્વારા ભજવવામાં આવ્યા છે. ગોકુલધામ સોસાયટી હવે એક નવા પરિવાર સાથે મોટી થઈ ગઈ છે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો