LIC micro bachat policy: LICની આ છે સૌથી સસ્તી પોલીસી જેમાં મળશે સૌથી વધુ નફો- જાણો સંપૂર્ણ વિગત

LIC micro bachat policy: LICની આ છે સૌથી સસ્તી પોલીસી જેમાં મળશે સૌથી વધુ નફો
બિઝનેસ, 18 માર્ચઃ LIC micro bachat policy: હાલની સ્થિતિ એવી છે કે દરેકને પોતાના ભવિષ્યની ચિંતા છે પરંતુ તેઓ લાચાર છે કારણ કે વધારે પ્રિમિયમ હોવાથી પોલીસી લઇ શકતા નથી. ઓછી આવક ધરાવતા ધારકોએ ચિંતા કરવાની જરુર નથી. LICમાં ઓછીથી વધુ આવકવાળા લોકો પણ રોકાણ કરી શકે છે. પ્રીમિયમ જમા કરવા માટે કોઈ મોટી રકમની આવશ્યકતા નથી. એવા ઘણી પોલીસી છે જે ખૂબ જ ઓછા રૂપિયાથી શરૂ કરી શકાય છે અને મેચ્યોરિટી પર સારો નફો મેળવી શકાય છે. આવી જ એક પોલીસી છે માઇક્રો બચત(LIC micro bachat policy), જેમાં ખૂબ ઓછા પ્રીમિયમ સાથે પ્લાન ખરીદી શકાય છે.
માઇક્રો બચત પોલીસી મુખ્યત્વે ઓછી આવકવાળા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ પોલીસીમાં આવી 5 બાબતો છે જે તેને અન્ય પોલીસીઓ કરતાં વિશેષ બનાવે છે. આમાં પહેલી ખાસ વાત ‘નો જીએસટી’, એટલે કે આ પોલીસીમાં તમારે જીએસટી ભરવાની જરૂર નથી. અન્ય પોલીસીઓમાં, જીએસટી ભરવો પડે છે કારણ કે તે સરકારનો નિયમ છે. જો તમે કોઈ વીમા પ પોલિસી લો છો, તો જીએસટી ચૂકવવો પડશે. પરંતુ માઇક્રો બચતમાં આવું નથી.
માઇક્રો પોલિસી(LIC micro bachat policy)ની બીજી ખાસ વાત ઑટો કવર છે. એટલે કે, આ પોલીસી ઑટો કવર પ્રદાન કરે છે. આનો અર્થ એ છે કે ત્રણ વર્ષ સુધી પ્રીમિયમ ભર્યા પછી, જો તમે કોઈ કારણોસર પૈસા જમા કરવામાં અસમર્થ છો, તો સંપૂર્ણ વીમા રકમનો કવરેજ થોડા સમય સુધી બની રહે છે. આ પોલીસી વિશેની ત્રીજી વિશેષ બાબત ‘નો મેડિકલ ટેસ્ટ’ છે. એટલે કે, આ પોલીસી લેવા માટે કોઈ તબીબી પરીક્ષણ કરાવાની જરૂર નથી. ચોથી વિશેષ બાબત ‘લોયલ્ટી એડિશન’ છે, જેમાં પોલિસીની મેચ્યોરિટી પર તમને માત્ર પૈસા જ નહીં, તમને લોયલ્ટી એડિશન પણ મળશે. પાંચમી વિશેષ બાબત એ છે કે માઇક્રો બચતએ LICની સૌથી સસ્તી પોલીસી છે.
આ પોલીસી લેવાની ઓછામાં ઓછી વય 18 વર્ષ છે. આ વયથી નીચેના લોકો માઇક્રો બચત પોલીસી(LIC micro bachat policy) લઈ શકતા નથી. જે લોકો 55 વર્ષની વયે પહોંચી ગયા છે તેઓ આ પોલીસી લઈ શકતા નથી. આ પોલીસીમાં ઓછામાં ઓછા 50 હજાર રૂપિયા જમા થઈ શકે છે. આ રકમથી ઉપર જમા કરવા માટે તમારે 5 હજાર રૂપિયાના મલ્ટીપલ જમા કરાવવા પડશે. વધુમાં વધુ 2 લાખ રૂપિયા જમા કરાવી શકાશે. આ પોલીસી ઓછામાં ઓછા 10 વર્ષ માટે લઈ શકાય છે. તેની મહત્તમ મુદત 15 વર્ષ છે.
આ પોલીસી હેઠળ, તમે જે પોલીસી લો છો તેટલા વર્ષો માટે પ્રીમિયમ ચૂકવવું પડશે. આ પોલીસી સાથે એક્સિડેંટ બેનિફિટ રાઇડર પણ ઉપલબ્ધ છે. જો પોલીસીધારક પોલીસી ટર્મ દરમિયાન મૃત્યુ પામે છે, તો તેને વીમા રકમની બમણી રકમ મળશે. બીજો રાઇડર એક્સિડેંટલ ડેથ એંડ ડિસેબિલિટી બેનિફિટ રાઇડરનો છે. જો પોલિસી દરમિયાન, પોલિસીધારકો અકસ્માતનો ભોગ બને છે અને કોઈ પણ કાર્ય કરવામાં અસમર્થ હોય છે, તો પછી તેમને 10 વર્ષ માટે પેન્શન આપવામાં આવે છે. બાદમાં, પ્રીમિયમ પણ માફ કરવામાં આવે છે અને મેચ્યોરિટી પણ સમયસર ઉપલબ્ધ થાય છે.
પોલિસીધારકે ઓછામાં ઓછા એક વર્ષ અને વધુમાં વધુ 3 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવ્યું છે અને આ પછી, કોઈ પણ કારણોસર પૈસા જમા કરવામાં અસમર્થ હોય તો પણ પોલિસી ચાલુ રહે છે અને તેને સમ અશ્યોર્ડની કેટલીક ઘટેલી રકમ મળે છે. ચાલો આને ઉદાહરણ સાથે સમજીએ. મનજીત નામના વ્યક્તિ, જેની ઉંમર 35 વર્ષ છે, તેણે 2 લાખની માઇક્રો બચત પોલિસી(LIC micro bachat policy) લીધી છે. તેમની પોલીસી ટર્મ 15 વર્ષ છે, તેથી તેઓએ 15 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવું પડશે. જો મનજિત દર મહિને પ્રીમિયમ ચૂકવે છે, તો તેણે 863 રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે, મનજિતે સંપૂર્ણ 15 વર્ષ દરમિયાન 1,47,465 રૂપિયા જમા કરવા પડશે.
નોંધનીય છે કે, 15 વર્ષ પછી, મનજિતની પોલીસી મેચ્યોર થશે. આ રીતે, 15 વર્ષ પછી, મનજિતને 2 લાખ રૂપિયાનું સમ અશ્યોર્ડ અને 30 હજાર રૂપિયા લોયલ્ટી એડિશન તરીકે મળશે. મનજિતને રૂ .230000 ની કુલ રકમ મળશે. આ પોલીસી હેઠળ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો….


