reliance 1

Reliance Retail income: રિલાયન્સ રીટેલનો ત્રિમાસિક EBITDA રૂ. 5,820 કરોડ, વાર્ષિક ધોરણે 32.2 ટકા વૃધ્ધિ

Reliance Retail income: સપ્ટેમ્બર 30, 2023ના રોજ પૂરા થતાં ત્રિમાસિક ગાળાનું કોન્સોલિડેટેડ પરિણામ

  • Reliance Retail income: વિક્રમી ત્રિમાસિક કોન્સોલિડેટેડ EBITDA  રૂ.44,867 કરોડ ($ 5.4 બિલિયન), વાર્ષિક ધોરણે 30.2 ટકાની વૃધ્ધિ
  • ચોખ્ખો નફો મજબૂત વૃધ્ધિ સાથે રૂ. 19,878 કરોડ ($ 2.4 બિલિયન), વાર્ષિક ધોરણે 29.7 ટકા વૃધ્ધિ
  • જિયોએ 5G સાથે ઉદ્યોગજગતમાં, જિયો ભારત સાથે મોબિલિટી, અને એરફાઇબર સાથે હોમ્સ/SMBSમાં પરિવર્તન આણ્યું
  • કે.કે.આર, ક્યુ.આઇ.એ. અને એ.ડી.આઇ.એ. પાસેથી રિલાયન્સ રીટેલે રૂ. 15,314 કરોડનું મૂડી ભંડોળ મેળવ્યું
reliance

ત્રિમાસિક પ્રદર્શન (2Q FY24 vs 2Q FY23)

·      કુલ આવક રૂ. 255,996 કરોડ ($ 30.8 billion), વાર્ષિક ધોરણે 1.2 ટકાની વૃધ્ધિ, કન્ઝ્યુમર વ્યવસાયના સતત વૃધ્ધિના મોમેન્ટમની સહાયથી

  • જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડની આવક વાર્ષિક ધોરણે 10.6 ટકાની વૃધ્ધિ, સબસ્ક્રાઇબર બેઝમાં 7.5 ટકાની વૃધ્ધિ અને વધુ ઊંચી
  • ARPUના કારણે
  • રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડની આવક વાર્ષિક ધોરણે 18.8 ટકાની વૃધ્ધિ, ફૂડ અને ગ્રોસરીમાં 33 ટકાની વૃધ્ધિ
  • ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટની આવકમાં એમ.જે.ફિલ્ડમાંથી ગેસ અને કન્ડેન્સેટના ઉત્તરોત્તર ઉત્પાદન વધારાને કારણે વધારો
  • ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થતાં પ્રોડક્ટ પ્રાઇસ રીઅલાઇઝેશન નીચી રહેલાં ઓઇલ 2 ગેસ વ્યવસાયની આવકમાં 14 ટકાનો ઘટાડો

·      EBITDA 30.2 ટકાની વાર્ષિક વૃધ્ધિ સાથે રૂ. 44,867 કરોડ ($ 5.4 billion), જેના માટે નીચેના પરીબળો જવાબદાર છેઃ

  • નેટ સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં વધારા તથા ડેટા ટ્રાફિકમાં તીવ્ર વધારાને કારણે જિયો પ્લેટફોર્મ્સના માર્જિનમાં 80 બેઝીસ પોઇન્ટનો સુધારો થયો
  • પરિચાલનના ફાયદા તથા ખર્ચ વ્યવસ્થાપન પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડના માર્જિન 80 બેઝીસ પોઇન્ટ વધીને 8.4 ટકા થયું
  • મજબૂત સ્થાનિક માગ, કાચામાલની કિંમતોના ફાયદા, અને ગેસોલીન તથા પી.વી.સી માર્જિનની મજબૂતી સાથે O2C સેગમેન્ટનું પ્રદર્શન જળવાઇ રહ્યું. મીડલ ડિસ્ટીલેટ ક્રેક્સમાં વાર્ષિક ધોરણે થયેલો ઘટાડો નીચા SAEDથી ભરપાઇ થઈ ગયો. ડાઉનસ્ટ્રીમનાં પ્રદાનને નીચા પી.ઇ. પી.પી. અને પોલિયેસ્ટર ચેઇન ડેલ્ટાને પ્રતિબિંબિત કરતા ખૂબ જ સારે પૂરવઠો ધરાવતા બજારમાં નીચી વૈશ્ર્વિક માગને કારણે અસર થઈ.
  • વધારે સારી ગેસ કિંમતો અને KGD6ના ઉત્પાદન જથ્થામાં 66 ટકાની વૃધ્ધિને કારણે ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટની આવકોમાં સુધારો જણાયો. જોકે, એમ.જે. ફ્લિડના પ્રારંભ અને તેની દુરસ્તી તેમજ તાપ્તિ ફિલ્ડના ડિકમિશનિંગના ઊંચા ખર્ચને કારણે EBITDA માર્જિન નીચાં રહ્યાં.

·   ઘસારો વાર્ષિક ધોરણે 29.4 ટકા વધીને રૂ. 12,585 કરોડ ($ 1.5 billion), તેનું કારણ તમામ વ્યવસાયોમાં અસ્કયામતોનો વિસ્તાર, ડિજિટલ સર્વિસીસ વ્યવસાયમાં વધારે ઊંચા નેટવર્ક વપરાશ અને અપસ્ટ્રીમ ઉત્પાદનમાં વધારો રહ્યાં.

·   ફાઇનાન્સ ખર્ચ વાર્ષિક ધોરણે 25.8 ટકા વધીને રૂ. 5,731 કરોડ ($ 690 million) રહ્યો, જેનું મુખ્ય કારણ ઊંચા વ્યાજદર અને ચલણનું ધોવાણ હતું

·   2Q FY24માં કર ખર્ચ વાર્ષિક ધોરણે 38.0 ટકા વધીને રૂ. 6,673 કરોડ ($ 804 million)

·   કરવેરા બાદનો નફો વાર્ષિક ધોરણે 29.7 ટકા સુધરીને રૂ. 19,878 કરોડ ($ 2.4 billion).

·   સપ્ટેમ્બર 30,2023ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં મૂડી ખર્ચ રૂ. 38,815 કરોડ ($ 4.7 billion) રહ્યું, જે સમગ્ર ભારતમાં 5Gના પ્રારંભને ગતિ આપવા માટે કરાયેલા રોકાણને કારણે હતું.

પરિણામો ઉપર ટિપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાઇરેક્ટર મૂકેશ ડી. અંબાણીએ જણાવ્યું કેઃ “તમામ બિઝનેસ સેગમેન્ટ્સમાંથી મજબૂત ઓપરેશનલ અને નાણાકીય યોગદાન થકી રિલાયન્સને મજબૂત વૃદ્ધિનો વધુ એક ક્વાર્ટર આપવામાં મદદ મળી.

મને એ વાતનો આનંદ છે કે, બે નવતર અને પરિવર્તનકારી ઓફરિંગ્સ, જિયોએરફાઈબર અને જિયોભારતના લોન્ચિંગ દ્વારા ડિજિટલ ઈન્ડિયાના વિઝન પ્રત્યે જિયો વચનબદ્ધ છે. અમારા અત્યાધુનિક સ્ટેન્ડઅલોન 5જી નેટવર્કના આધારે, જિયોએરફાઈબર ભારતભરમાં કરોડો લોકોને હાઈ-સ્પીડ કનેક્ટિવિટી સુધી પહોંચ અને તેના લાભો નોંધપાત્ર રીતે પૂરા પાડી રહ્યું છે. જિયોભારત ફોન કરોડો ભારતીયો માટે ડિજિટલ સમાવેશીકરણને લાગુ કરશે અને નેક્સ્ટ-જેન કનેક્ટિવિટી સોલ્યુશન્સમાં ભારતના સંક્રાંતિકાળનું ચાલકબળ બનશે. ડિસેમ્બર 2023 સુધીમાં, અમે સમગ્ર ભારતમાં 5જી સર્વિસને પહોંચાડી દઈશું અને એક વિશાળ રાષ્ટ્રમાં 5જી નેટવર્કને સૌથી ઝડપી ગતિએ શરૂ કરવાનો એક નવો વૈશ્વિક સીમાચિહ્ન સર કરીશું.

રિલાયન્સ રિટેલે પોતાની ઓફલાઈન તેમજ ઓનલાઈન ઉપસ્થિતિને ઝડપથી વિસ્તારવાનું અને તેની સાથે પોતાની પ્રોડક્ટ્સ અને ઓફરિંગ્સની હાલની પ્રભાવશાળી રેન્જમાં ઉમેરો કરવાનું જારી રાખ્યું છે. આપણી સીમલેસ ઈકોસિસ્ટમમાં અમે ફ્રેશ અને ફ્રેન્ડલી શોપિંગની અનુભૂતિ પૂરી પાડી રહ્યા છીએ. અમારા રિટેલ બિઝનેસ મોડેલની તાકાત અને વિવિધતા જ સતત તીવ્રતમ પ્રદર્શન દર્શાવી રહ્યા છે.

પૂરવઠાની અછત ધરાવતા બજારમાં ઈંધણની માગમાં મજબૂત વૃદ્ધિના નેતૃત્ત્વમાં ઊર્જા બજારની વોલેટિલિટી વચ્ચે પણ O2C સેગમેન્ટે પ્રભાવશાળી પ્રદર્શન નોંધાવ્યું હતું. નબળી વૈશ્વિક માગ અને પૂરવઠા પર વધુ પડતા અવલંબનને લીધે ડાઉનસ્ટ્રીમ માર્જિન્સને અસર થઈ હતી. ઓઈલ એન્ડ ગેસ બિઝનેસની વૃદ્ધિ ખરેખર નોંધપાત્ર છે જેના માટે KGD6 બ્લોકમાં ઉત્પાદનમાં વૃદ્ધિ તેમજ ભારતીય અર્થતંત્રમાં ઊર્જાની તબદિલીએ મૂલ્યવાન ઈંધણ પૂરું પાડ્યું છે.”

CONSOLIDATED JIO PLATFORMS LIMITED (“JPL”)

ત્રિમાસિક આવક રૂ. 31,537 કરોડવાર્ષિક ધોરણે 10.6 ટકાની વૃધ્ધિ

ત્રિમાસિક EBITDA રૂ. 13,528 કરોડવાર્ષિક ધોરણે 12.6 ટકાની વૃધ્ધિ

ત્રિમાસિક ગાળા દરમિયાન નેટ સબસ્ક્રાઇબર્સ વધારો 11 મિલિયન કરતાં વધારેજિયો નેટવર્ક પર ડેટા ટ્રાફિક વાર્ષિક 28.5 ટકાની વૃધ્ધિ સાથે 36.3 એક્સાબાઇટ

જિયોએ 5સાથે ઉદ્યોગજગતમાંજિયો ભારત સાથે મોબિલિટીઅને એરફાઇબર સાથે હોમ્સ/

SMBSમાં પરિવર્તન આણ્યું

reliance trimahi

CONSOLIDATED RELIANCE RETAIL VENTURES LIMITED (“RRVL”)

ત્રિમાસિક આવક રૂ. 77,148 કરોડવાર્ષિક ધોરણે 18.8 ટકાની વૃધ્ધિ

ત્રિમાસિક EBITDA રૂ. 5,820 કરોડવાર્ષિક ધોરણે 32.2 ટકાની વૃધ્ધિ

કુલ ફૂટફોલ 260 મિલિયન471 નવા સ્ટોર્સનો પ્રારંભ

કે.કે.આરક્યુ.આઇ.એ. અને એ.ડી.આઇ.એ. પાસેથી રિલાયન્સ રીટેલે રૂ. 15,314 કરોડનું મૂડી ભંડોળ મેળવ્યું

jio
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો