train

16 Festival Trains: રાજકોટ ડિવિઝનથી 16 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું થશે સંચાલન

16 Festival Trains: પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનથી વિવિધ સ્થળો માટે 8 જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન

google news png

રાજકોટ, 11 ઓકટોબર: 16 Festival Trains: ભારતીય રેલ્વે આ વર્ષે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2024 દરમિયાન દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની સરળ મુસાફરીની સુવિધા માટે 6556 વિશેષ ટ્રેનો ચલાવી રહી છે.

દર વર્ષે તહેવારો દરમિયાન વિશેષ ટ્રેન દોડાવવામાં આવે છે અને આ વર્ષે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. તેમાંથી પશ્ચિમ રેલ્વે 106 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો સાથે 2315 ટ્રીપ ચલાવી રહી છે, જે હજુ પણ સમગ્ર ભારતીય રેલ્વેમાં સૌથી વધુ છે.

આ પણ વાંચો:- UPI lite Transaction Update: UPI ટ્રાન્ઝેક્શન હવે વધુ સરળ બનશે; વાંચો વિગત

New Chairman of TATA Trust: આ બનશે રતન ટાટાના ઉત્તરાધિકારી; વાંચો વિગત

પશ્ચિમ રેલ્વે દિવાળી અને છઠ પૂજા માટે રાજકોટ ડિવિઝનમાંથી 8 જોડી ફેસ્ટિવલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરી રહ્યું છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
1) ટ્રેન નંબર 09525/09526 હાપા-નાહરલાગુન સ્પેશ્યલ (સાપ્તાહિક)
2) ટ્રેન નંબર 09436/09435 ઓખા-ગાંધીગ્રામ (સાપ્તાહિક) સ્પેશિયલ
3) ટ્રેન નંબર 04806/04805 ઓખા-ભગત કી કોઠી સ્પેશિયલ (સાપ્તાહિક)
4) ટ્રેન નંબર 09523/09524 ઓખા-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ (સાપ્તાહિક)
5) ટ્રેન નંબર 09520/09519 ઓખા-મદુરાઈ સ્પેશિયલ (સાપ્તાહિક)
6) ટ્રેન નંબર 09569/09570 રાજકોટ-બરૌની સ્પેશિયલ (સાપ્તાહિક)
7) ટ્રેન નંબર 05046/05045 રાજકોટ-લાલકુઆં ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક)
8) ટ્રેન નંબર 09575/09576 રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલ (સાપ્તાહિક)

BJ ADS

આ ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો