A new example of RPF

A new example of RPF: ‘સેવા હી સંકલ્પ’: રાજકોટ ડિવિઝન ના આરપીએફ એ નવું ઉદાહરણ પૂરું પાડયું

A new example of RPF: ઑગસ્ટ મહિનામાં મુસાફરોની સુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને જનજાગૃતિ અભિયાનોમાં નોંધપાત્ર સફળતા

google news png

રાજકોટ, 05 સપ્ટેમ્બર: A new example of RPF: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન (મંડળ)માં રેલવે સુરક્ષા બળ (આરપીએફ) દ્વારા ઑગસ્ટ ૨૦૨૫ દરમિયાન “સેવા હી સંકલ્પ” અભિયાન હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરીને મુસાફરોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવામાં પ્રશંસનીય ભૂમિકા ભજવવામાં આવી છે.

આઈજી-કમ-પ્રિન્સિપલ ચીફ સિક્યુરિટી કમિશનર અજય સદાનીના કુશળ નેતૃત્વ હેઠળ, આરપીએફ દ્વારા વિવિધ અભિયાનોના માધ્યમથી રેલવે પરિસર અને મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી.

ઑગસ્ટ મહિના દરમિયાન મુખ્ય અભિયાનો અને ઉપલબ્ધિઓ:

ઓપરેશન અમાનત: મુસાફરી દરમિયાન ભૂલથી રહી ગયેલા મુસાફરોના ₹૧,૩૧,૨૪૦/- ની કિંમતના ૨૭ કીમતી સામાન સુરક્ષિત પરત કરવામાં આવ્યો.

ઓપરેશન નન્હે ફરિશ્તે: ઘરેથી ભાગી ગયેલા ૩ સગીર બાળકોને તેમના પરિવારજનો સાથે ફરી ભેગા કરવામાં આવ્યા.

View this post on Instagram

A post shared by onlinebuyer (@onlinebuyer.in)

ઓપરેશન ડિગ્નિટી: ગુમ થયેલા ૨ વ્યક્તિઓને તેમના પરિવારજનો સાથે ભેગા કરવામાં આવ્યા.

ઓપરેશન ઉપલબ્ધ: રેલવે ટિકિટોનું કાળું બજાર કરતા ૧ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

ઓપરેશન રેલ સુરક્ષા: રેલવે સંપત્તિની ચોરીના મામલામાં ૨ આરોપીઓને પકડીને કાર્યવાહી કરવામાં આવી.

A new example of RPF

ઓપરેશન સમય પાલન: મુસાફર ટ્રેનોમાં ચેઈન પુલિંગ કરીને અવર-જવરને અવરોધિત કરનારાઓ પર કાર્યવાહી; ૩૫ મામલાઓમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

ઓપરેશન જનજાગરણ: સ્ટેશનો, ગામો અને રેલવે ડિસ્પ્લે નેટવર્કના માધ્યમથી મુસાફરોને મહિલા સુરક્ષા, નશામુક્તિ, માનવ તસ્કરી અને રેલ સંપત્તિ સંરક્ષણ વિશે જાગૃત કરવામાં આવ્યા.

OB banner

આરપીએફ રાજકોટ ડિવિઝન દ્વારા તેની સતર્કતા, સમર્પણ અને દક્ષતા સાથે એ વાત સાબિત કરવામાં આવી છે કે મુસાફરોની સુરક્ષા અને સુવિધા સર્વોપરી છે. “સેવા હી સંકલ્પ” હેઠળ કરવામાં આવેલા આ પ્રયાસો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો