Run for unity adi

ADI Run for unity: અમદાવાદ મંડળમાં “રન ફોર યુનિટી”નું ભવ્ય આયોજન

ADI Run for unity: અમદાવાદ મંડળ પર રાષ્ટ્રીય એકતા દિવસના પ્રસંગે “રન ફોર યુનિટી” અને સત્યનીષ્ટઠા ની પ્રતિજ્ઞાનું આયોજન

અમદાવાદ, 31 ઓક્ટોબર: ADI Run for unity: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર 31.10.2025 ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસના પ્રસંગે સ્વર્ગસ્થ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ, ના અવસર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રિવરફ્રન્ટ ઉસ્માનપુરાથી રિવરફ્રન્ટ હાઉસ બિલ્ડીંગ સુધી “રન ફોર યુનિટી” (ADI Run for unity) પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે મંડળ કાર્યાલય, અમદાવાદ પરિસરમાં રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓને પ્રામાણિકતાના શપથ લેવડાવ્યા હતા.

મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ભ્રષ્ટાચાર મુક્ત ભારતના નિર્માણ માટે “રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા” જાળવવા, પરસ્પર ભાઈચારાને મજબૂત કરવા અને હંમેશા સત્યવાદી રહેવા માટે શપથ લેવડાવ્યા, તેમણે આપણા રોજિંદા કાર્યમાં પ્રામાણિકતા અને પારદર્શિતાના મૂલ્યો અપનાવવાનું આહ્વાન કર્યું.

આ પણ વાંચો:- Mela unreserved trains: પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો

તેમણે કહ્યું કે પ્રામાણિકતા ફક્ત કાર્યસ્થળ સુધી મર્યાદિત ન હોવી જોઈએ પરંતુ આપણા જીવનનો અભિન્ન ભાગ બનવી જોઈએ.
આપણા દેશને એકજૂટ, સુરક્ષિત અને વિકસિત રાખવા માટે આપણે દૈનિક જીવનમાં એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સુરક્ષાના સિદ્ધાંતોને આત્મસાત કરવા જોઈએ. તેમણે તમામ ધર્મ, જાતિ અને સંપ્રદાયની વિવિધતા હોવા છતાં સામાજિક એકતા અને સાંપ્રદાયિક સદભાવ જાળવવા માટે સૌને વિનંતી કરી.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો