cancel train 2

Canceled Train information: ઓખા સ્ટેશન પર બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ

Canceled Train information: રાજકોટ ડિવિઝન ના ઓખા સ્ટેશન પર બ્લોક ને કારણે 12 જુલાઈ સુધી કેટલીક ટ્રેનોને અસર

google news png

રાજકોટ, 08 જુલાઈ: Canceled Train information: રાજકોટ ડિવિઝનમાં આવેલા ઓખા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ની લંબાઈ વધારવા માટે એન્જિનિયરિંગ અને ટ્રેક્શન વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે, જેના કારણે 12 જુલાઈ, 2024 સુધી કેટલીક ટ્રેનોને અસર થશે. વિગતો નીચે મુજબ છે:

રદ કરાયેલી ટ્રેનો:

  • ટ્રેન નંબર 09480 ઓખા-રાજકોટ લોકલ તાત્કાલિક અસર થી 11.07.2024 સુધી રદ રહેશે.
  • ટ્રેન નંબર 09479 રાજકોટ-ઓખા લોકલ તાત્કાલિક અસર થી 11.07.2024 સુધી રદ રહેશે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

  • ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ તાત્કાલિક અસર થી 11.07.2024 સુધી ભાવનગર થી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 09.07.2024 થી 12.07.2024 સુધી સુરેન્દ્રનગર થી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

માર્ગ માં રેગુલેટ (મોડી થનાર) ટ્રેનો:

  • ટ્રેન નંબર 22940 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ 09.07.2024 ના રોજ માર્ગ માં 2 કલાક મોડી થશે.
  • ટ્રેન નંબર 22906 શાલીમાર-ઓખા એક્સપ્રેસ 11.07.2024 ના રોજ માર્ગ માં 40 મિનિટ મોડી થશે.

યાત્રી ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો