cancel train 2

Canceled Train Update: સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામ ને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે

google news png

રાજકોટ, 17 જુલાઈ: Canceled Train Update: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCILના સાણંદ (દક્ષિણ) સ્ટેશન થી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટી ના સંબંધમાં નૉન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.

આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

રદ કરાયેલી ટ્રેનો:-

1) 20 અને 21 જુલાઈ, 2024 ની ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે.

2) 19 અને 20 જુલાઈ, 2024ની ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ રદ રહેશે.

3) 19 અને 20 જુલાઈ, 2024 ની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.

4) 20 અને 21 જુલાઈ, 2024 ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.

ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો