cancel train 2

Canceled Trains Update: આબૂ રોડ-માવલ સ્ટેશનો વચ્ચે કેટલીક ટ્રેનો રદ્દ

Canceled Trains Update: આબૂ રોડ-માવલ સ્ટેશનો વચ્ચે એન્જિનિયરીંગ કામ માટે બ્લોકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

google news png

અમદાવાદ, 13 ડિસેમ્બર: Canceled Trains Update: ઉત્તર પશ્ચિમ રેલવે અજમેર મંડળના આબૂ રોડ-માવલ સેક્શન વચ્ચે બ્રિજ નંબર 797 કિ.મી. 601/8-9 પર આરસીસી બોક્સ લોન્ચિંગ માટે પ્રસ્તાવિત બ્લોકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.

આ ટ્રેનોની વિગતો નીચે પ્રમાણે છે :-

આંશિક રદ ટ્રેન
• 17 ડિસેમ્બર 2024 ના રોજ જોધપુરથી ઉપડનારી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આબૂ રોડ પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આબૂ રોડ-સાબરમતી વચ્ચે આંશિક રદ રહેશે.
• 18 ડિસેમ્બર 2024 ના રોજની ટ્રેન નંબર 14822 સાબરમતી- જોધપુર એક્સપ્રેસ આબૂ રોડથી શોર્ટ ઓરિજિનેટ થશે અને સાબરમતી-આબૂ રોડ વચ્ચે આંશિક રદ રહેશે.

રિશેડ્યુલ (લેટ) ટ્રેન
• 17 ડિસેમ્બર 2024 ના રોજ સાબરમતીથી ઉપડનારી ટ્રેન નંબર 22548 સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ સાબરમતીથી એક કલાક રિશેડ્યુલ થશે.
• 17 ડિસેમ્બર 2024 ના રોજ ભગત કી કોઠીથી ઉપડનારી ટ્રેન નંબર 11089 ભગત કી કોઠી-પુણે એક્સપ્રેસ ભગત કી કોઠીથી 4.00 કલાક રિશેડ્યુલ થશે.
• 16 ડિસેમ્બર 2024 ના રોજ શ્રીગંગાનગરથી ઉપડનારી ટ્રેન નંબર 14701 શ્રીગંગાનગર-બાન્દ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ શ્રીગંગાનગરથી 4.30 કલાક રિશેડ્યુલ થશે.
• 17 ડિસેમ્બર 2024 ના રોજ લાલગઢથી ઉપડનારી ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર રણકપુર એક્સપ્રેસ લાલગઢથી 2 કલાક રિશેડ્યુલ થશે.

ટ્રેનોના રોકાણ, સંરચના, માર્ગ અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો