Change in train timings: ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર
Change in train timings: ઓખા-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ ટ્રેન ના કેટલાક સ્ટેશનો માટે સમયપત્રક માં ફેરફાર

રાજકોટ, 09 જુલાઈ: Change in train timings: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ચલાવવામાં આવતી ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ ટ્રેનના અજમેરથી રેવાડી સુધીના સ્ટેશનો ના ટાઈમ ટેબલ માં તાત્કાલિક અસરથી ફેરફાર કરવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નં. 09523 ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ અજમેર સ્ટેશને 02.10 કલાકે, કિશનગઢ 02.38 કલાકે, જયપુર 04.05 કલાકે, ગાંધીનગર જયપુર 04.26 કલાકે, દૌસા 05.05 કલાકે, બાંદીકુઇ 05.29 કલાકે, અલવર 06.15 કલાકે, ખૈરથલ 06.38 કલાકે અને રેવાડી 08.25 કલાકે પહોંચશે.
નોંધનીય છે કે આ ટ્રેન ના અજમેર થી લઈને રેવાડી સુધીના સ્ટેશનો સિવાય અન્ય કોઈ સ્ટેશનના ટાઈમ ટેબલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.