Cororna in Mahakumbh: મહંત નરેન્દ્ર ગિરિ બાદ અખિલેશ યાદવ પણ આવ્યા કોરોના પોઝિટિવ, આજે હરિદ્વાર ખાતે ત્રીજુ શાહી સ્નાન -વાંચો સંપૂર્ણ અહેવાલ
હરિદ્વારા ખાતે ચાલી રહેલા મહાકુંભ(Cororna in Mahakumbh)માં 600 સાધુ સંતો કોરોના પોઝિટિવ આવ્યા
નવી દિલ્હી, 14 એપ્રિલઃ આજે યપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ કોરોના પોઝિટિવ આવ્યા છે. અખિલેશ યાદવે પોતે ટ્વિટર દ્વારા જાણકારી આપી છે. હાલ તે ઘરે જ સારવાર કરાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઇ કાલે જ હરિદ્વાર ગયા હતા અને ત્યા મહંત નરેન્દ્ર ગિરિ સાથે મુલાકાત કરી હતી. જે પણ કોરોના(Cororna in Mahakumbh) પોઝિટિવ આવ્યા છે.
હરિદ્વારા ખાતે મહાકુંભ મેળામાં આજે ત્રીજુ શાહી સ્નાન છે. ત્યારે સાધુ સંતોએ સવારના સમયે હરકી પૌડી ઘાટ પર આસ્થાની ડુબકી લગાવી હતી. કુંભ મેળામાં ચાર શાહી સ્નાનમાં વૈશાખીનુ શાહી સ્નાન સૌથી મોટં શાહી સ્નાન ગણાય છે. વર્ષ 2010ના મહાકુંભ સમયે વૈશાખીના શાહીસ્નાન સમયે એક કરોડ 60 લાખ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા..અને હરિદ્વારમાં પણ અત્યાર સુધી છ લાખ લોકો સ્નાન કરી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, 600 સાધુ સંતો કોરોના પોઝિટવ(Cororna in Mahakumbh) આવ્યા છે.

કુંભમેળા પ્રશાસને જણાવ્યા પ્રમાણે બુધવારે વૈશાખી પર કુંભનું ત્રીજું શાહી સ્નાન સવારે 10.15 થી સાંજના 5.30 સુધી થશે. ત્રીજા શાહી સ્નાન માટે હરિદ્વાર મેળા વહીવટીતંત્રે પણ સાધુ સંતો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ અંતર્ગત સવારે સાત વાગ્યા પછી હરકીની પૌડી અખાડા માટે અનામત રહેશે. આવી સ્થિતિમાં ભક્તો સવારે સાત વાગ્યા સુધી સ્નાન કરી શકશે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, શંકરાચાર્ય ચોકથી ચંડી ઘાટ અને હરકી પૌડી ઘાટ સુધી સામાન્ય વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ રહેશે. તે જ સમયે, સાધુ સંતોના શાહી સ્નાન સુધી, પૈડી પર બનેલા બ્રહ્મકુંડ સામાન્ય લોકો માટે બંધ રહેશે. આ સમય દરમિયાન, સામાન્ય ભક્તો આસપાસના ઘાટ પર સ્નાન કરી શકે છે.
આ પણ વાંચો…

