Diverted route of Porbandar-Muzaffarpur Exp: પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસનો માર્ગ આંશિક બદલાયો
Diverted route of Porbandar-Muzaffarpur Exp: 11 ડિસેમ્બરની પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ આંશિક રીતે બદલાયેલા માર્ગ પર ચલાવવામાં આવશે
રાજકોટ, 09 ડિસેમ્બર: Diverted route of Porbandar-Muzaffarpur Exp: ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા અજમેર–મદાર સેક્શનમાં લેવલ ક્રોસિંગ ક્રમાંક 44 પર મેન્ટેનન્સ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને પગલે 11 ડિસેમ્બર, 2025 ના રોજ પોરબંદર સ્ટેશનેથી પ્રસ્થાન કરતી ટ્રેન ક્રમાંક 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ તેની નિર્ધારિત રૂટ વાયા અજમેરની જગ્યાએ આંશિક બદલાયેલા રૂટ વાયા દોરાઈ–મદાર જંકશન બાયપાસ લાઇનથી ચલાવવામાં આવશે.
આ રીતે આ ટ્રેન અજમેર સ્ટેશન પર નહીં જાય. મુસાફરોની સુવિધા માટે દોરાઈ અને મદાર જંકશન સ્ટેશનો પર આ ટ્રેનને વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- Okha-Puri Exp Route Change: ઓખા-પુરી એક્સપ્રેસ ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
મુસાફરો ઉપર મુજબના ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની યાત્રાની યોજના બનાવે અને ટ્રેનોના સંચાલન સંબંધિત લેટેસ્ટ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવે જેથી કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.

