Elephant rehabilitation of Mayapur: મહાવતની હત્યા પછી, ISKCON માયાપુરનાં હાથીઓ પુનર્વસન માટે વનતારા મોકલાયા
Elephant rehabilitation of Mayapur: “PETA ઈન્ડિયાના અભિયાનની અસર”

Elephant rehabilitation of Mayapur: નાદિયા – પશ્ચિમ બંગાળના ISKCON માયાપુરમાં ગયા વર્ષે એપ્રિલમાં કેદમાં રહેલા હાથી બિષ્ણુપ્રિયાએ મહાવતને કચડી નાખ્યો હતો. આ દુખદ ઘટનાના પગલે ISKCON માયાપુરના હાથીઓ બિષ્ણુપ્રિયા અને લક્ષ્મીપ્રિયાને જામનગરમાં આવેલ વનતારા હાથી સંરક્ષિત આશ્રમમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં તેઓ નિશ્ચિત જીવન જીવી શકશે, કેદમાં જીવવાના માનસિક દુઃખમાંથી મુક્ત થઈ શકશે અને અન્ય બચાવાયેલા હાથીઓની સંગતમાં જીવી શકશે. બિષ્ણુપ્રિયાએ 2022માં પણ એક મહાવતને અપંગ બનાવી દીધો હતો.
આ હાથીઓને વનતારા મોકલવાની મંજૂરી માનનીય સુપ્રીમ કોર્ટની હાઈ-પાવર્ડ કમિટીએ આપી હતી, જે ISKCON માયાપુરની વિનંતિ અને PETA ઈન્ડિયાના આહ્વાનને ધ્યાને લઈ લેવામાં આવી. PETA ઈન્ડિયાએ ISKCON માયાપુરને જીવતા હાથીઓને આશ્રમમાં મોકલવા અને તેમના બદલે યાંત્રિક (મેકેનિકલ) હાથીઓના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યું હતું.

જ્યારે મહાવતની હત્યા થઈ, ત્યાર બાદ PETA ઈન્ડિયાએ ISKCON માયાપુરના સહ-નિદેશક હિસ હોલિનેસ જયપતાકા સ્વામીને પત્ર લખી વિનંતી કરી કે, ભવિષ્યમાં મેકેનિકલ હાથીઓનો ઉપયોગ કરવામાં આવે અને બિષ્ણુપ્રિયા અને લક્ષ્મીપ્રિયાને પુનર્વસન માટે મોકલવામાં આવે. બિષ્ણુપ્રિયાને 2010માં અને લક્ષ્મીપ્રિયાને 2007માં ISKCON માયાપુરમાં લાવવામાં આવ્યા હતા. આ માદા હાથીઓનો ઉપયોગ મુખ્યત્વે તહેવારો અને ધાર્મિક વિધિઓમાં કરવામાં આવતો હતો.
PETA ઈન્ડિયાના ડિરેક્ટર ઓફ એડવોકસી પ્રોજેક્ટ્સ, ખુશ્બૂ ગુપ્તા, આ નિર્ણયનું સ્વાગત કરતા કહે છે, “ISKCONએ બિષ્ણુપ્રિયા અને લક્ષ્મીપ્રિયાને વનતારા મોકલવાનો દયાળુ નિર્ણય લીધો છે, જે બદલ અમે તેમની પ્રશંસા કરીએ છીએ. આશા છે કે અન્ય મંદિરો અને સંસ્થાઓ પણ કેદમાં રહેલા હાથીઓને પુનર્વસન માટે મોકલશે. આજે મેકેનિકલ હાથીઓ વિધિઓ માટે સંપૂર્ણપણે ઉપયોગી છે, જેથી જીવતા હાથીઓ કેદમુક્ત થઈ શકે અથવા પોતાનાં જંગલમાં રહેવાની તક મેળવી શકે.“
PETA ઈન્ડિયાએ 2023ની શરૂઆતમાં મંદિરોમાં જીવતા હાથીઓને બદલવા માટે એક સહાનુભૂતિયુક્ત અભિયાન શરૂ કર્યું હતું. આજે દક્ષિણ ભારતના ઓછામાં ઓછા 12 મંદિરોમાં યાંત્રિક (મેકેનિકલ) હાથીઓનો ઉપયોગ થવા લાગ્યો છે, જેમાંથી PETA ઈન્ડિયાએ 7 દાનમાં આપ્યા છે, જે મંદિરો દ્વારા ક્યારેય જીવતા હાથીઓનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞાની માન્યતા તરીકે આપવામાં આવ્યા. હવે આ યાંત્રિક હાથીઓ મંદિર વિધિઓને સુરક્ષિત અને નિર્દયતા-મુક્ત રીતે કરવાની સહાય કરી રહ્યા છે.
PETA ઈન્ડિયાએ 2023ની શરૂઆતમાં મંદિરોમાં જીવતા હાથીઓને બદલવા માટે એક સહાનુભૂતિયુક્ત અભિયાન શરૂ કર્યું હતું. આજે દક્ષિણ ભારતના ઓછામાં ઓછા 12 મંદિરોમાં યાંત્રિક (મેકેનિકલ) હાથીઓનો ઉપયોગ થવા લાગ્યો છે, જેમાંથી PETA ઈન્ડિયાએ 7 દાનમાં આપ્યા છે, જે મંદિરો દ્વારા ક્યારેય જીવતા હાથીઓનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞાની માન્યતા તરીકે આપવામાં આવ્યા. હવે આ યાંત્રિક હાથીઓ મંદિર વિધિઓને સુરક્ષિત અને નિર્દયતા-મુક્ત રીતે કરવાની સહાય કરી રહ્યા છે.
હાથી ખૂબ બુદ્ધિશાળી, ચપળ અને સામાજિક પ્રાણી છે. કેદમાં, તેમને તહેવારો અને શોભાયાત્રાઓ માટે મારા-પીટ કરી અને હથિયારો વડે પીડા આપી તાલીમ આપવામાં આવે છે. મંદિરો અને અન્ય સ્થળોએ કેદમાં રહેલા ઘણા હાથીઓ પગની ગંભીર બીમારીઓ અને ઘાવોથી પીડાતા હોય છે, કારણ કે તેમને કલાકો સુધી કાંકરી પર બાંધી રાખવામાં આવે છે. મોટા ભાગના હાથીઓને યોગ્ય આહાર, પાણી, તબીબી સારવાર અને સ્વાભાવિક જીવનશૈલી મળતી નથી. આ નરક જેવી પરિસ્થિતિમાં, ઘણા હાથીઓ અત્યંત દુઃખી અને ઉગ્ર બની જાય છે, જેના કારણે તેઓ ક્યારેક મહાવત કે અન્ય લોકોને ઘાતક ઈજા પહોંચાડે છે અથવા મારી નાખે છે. હેરિટેજ એનિમલ ટાસ્ક ફોર્સ અનુસાર, કેરળમાં છેલ્લા 15 વર્ષમાં કેદમાં રહેલા હાથીઓએ 526 લોકોના પ્રાણ લીધા છે
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો