kuwait building fire

Kuwait building fire: કુવૈતમાં લેબર કેમ્પમાં ભીષણ આગમાં 40 ભારતીય મજૂરોના મોત, 30 ઘાયલ

google news png

Kuwait building fire: કુવૈતના મંગાફ શહેરમાં આજે (બુધવાર) સવારે એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 41 લોકોના મોત થયા છે. અને 30 ઘાયલ થયા છે. માર્યા ગયેલા લોકોમાં 40 ભારતીય છે. કુવૈતમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે આગની ઘટનામાં 30થી વધુ ભારતીય કામદારો ઘાયલ થયા છે.

અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કુવૈતના દક્ષિણ અહમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં 6 માળની ઇમારતના રસોડામાં આગ લાગી હતી. આગનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. આ બિલ્ડિંગમાં એક જ કંપનીના લગભગ 160 લોકો રહેતા હતા.

કુવૈતમાં ભારતીય દૂતાવાસે તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યું કે ભારતીય કામદારોને સંડોવતા આગની દુ:ખદ ઘટનાના સંબંધમાં, દૂતાવાસે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર +965-65505246 શરૂ કર્યો છે. દરેક સંબંધિતોને દરેક અપડેટ માટે આ હેલ્પલાઇન નંબરો સાથે જોડાવા વિનંતી છે. એમ્બેસી તમામ શક્ય સહાય પૂરી પાડશે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો