lal krishna adwani

LK Advani admitted to AIIMS: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી AIIMSમાં દાખલ, તબિયત સ્થિર

LK Advani admitted to AIIMS: બુધવારે મોડી રાત્રે લાલકૃષ્ણ અડવાણીની તબિયત અચાનક બગડતાં તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા

google news png

દિલ્હી, ૨૭ જૂન: LK Advani admitted to AIIMS: ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. 96 વર્ષીય લાલ કૃષ્ણ અડવાણીને બુધવારે મોડી રાત્રે અચાનક તબિયત લથડતા તેમને એમ્સના યુરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને એમ્સના જૂના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અડવાણીને વય સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. લાલકૃષ્ણ અડવાણી 2014થી રાજકારણમાં સક્રિય નથી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો