Message of cleanliness at Bhaktinagar station: ‘સ્વચ્છોત્સવ’ ભક્તિનગર સ્ટેશન પર : નૂકડ નાટક અને ગરબાથી જનજાગૃતિ
Message of cleanliness at Bhaktinagar station: રાજકોટ ડિવિઝનના ભક્તિનગર સ્ટેશન પર ‘સ્વચ્છોત્સવ’ : નાટક અને ગરબા દ્વારા સ્વચ્છતાનો સંદેશ

રાજકોટ, 27 સપ્ટેમ્બર: Message of cleanliness at Bhaktinagar station: “સ્વચ્છતા હી સેવા – 2025” અભિયાનના અંતર્ગત પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન દ્વારા ભક્તિનગર સ્ટેશન પર વિશેષ ‘સ્વચ્છોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે “સ્વચ્છ ભારત, સ્વચ્છ રેલ” વિષય પર આધારિત પ્રેરણાદાયક નાટક રજૂ કરવામાં આવ્યું, જેમાં સ્વચ્છતાને દરેક નાગરિકનું કર્તવ્ય તરીકે દર્શાવવામાં આવ્યું. ત્યારબાદ પરંપરાગત ગરબા કાર્યક્રમ દ્વારા સ્વચ્છતાનો સંદેશ સાંસ્કૃતિક અને મનોરંજક અંદાજમાં જન-જન સુધી પહોંચાડવામાં આવ્યો.
કાર્યક્રમને હાજર મુસાફરો અને સામાન્ય જનતાએ ખૂબ ઉત્સાહ સાથે જોયો અને રાજકોટ ડિવિઝનની આ અનોખી પહેલની પ્રશંસા કરી. તેમણે ગરબા અને નાટક જેવા રસપ્રદ માધ્યમો દ્વારા સ્વચ્છતાનો સંદેશ પ્રસારીત કરવા કરાયેલા પ્રયત્નોને સરાહનીય અને પ્રેરણાદાયક ગણાવ્યા.
રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીના તથા ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને સફળ બનાવ્યો. ડિવિઝન દ્વારા આવા કાર્યક્રમો મારફતે સ્વચ્છ ભારત મિશનને ગતિ આપવા તથા જનજાગૃતિ વધારવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
