RJT rally

National unity rally: રાજકોટ ડિવિઝનમાં ‘રાષ્ટ્રીય એકતા રેલી’નું આયોજન

National unity rally: “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે રાજકોટ ડિવિઝનમાં ‘રાષ્ટ્રીય એકતા રેલી’નું આયોજન

google news png

રાજકોટ, 31 ઑક્ટોબર: National unity rally: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસર પર રાજકોટ રેલવે ડિવિઝનમાં “રાષ્ટ્રીય એકતા દિવસ” હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્વક મનાવવામાં આવ્યો.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના અપર ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલ કુમાર ચૌબેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કોઠી કમ્પાઉન્ડ રેલવે કૉલોની, રાજકોટ ખાતે રાષ્ટ્રીય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં અધિકારીઓ, કર્મચારીઓ તથા સ્કાઉટ્સ અને ગાઇડ્સની ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સહભાગીઓએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને આઝાદીના સમર્થનમાં દેશભક્તિના નારા લગાવ્યા હતા. રેલીના સમાપન બાદ તમામ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા તથા દેશના મહાન સપૂત સરદાર વલ્લભભાઈ પટેલના અદ્વિતીય યોગદાનને નમન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:- Run for unity: પોરબંદર ખાતે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમનું આયોજન

National Unity Day: એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

કાર્યક્રમના અંતે આભાર પ્રદર્શન કે. કે. દવે, મદદનીશ કર્મચારી અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો