train

Okha-Gorakhpur Exp route change: ઓખા-ગોરખપુર એક્સપ્રેસનો રુટ ડાયવર્ટ કરાયો; વાંચો વિગત..

Okha-Gorakhpur Exp route change: 9 જૂનની ઓખા-ગોરખપુર એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

google news png

રાજકોટ, 08 જૂન: Okha-Gorakhpur Exp route change: ઉત્તર પૂર્વ રેલવે ના લખનૌ-માનક નગર અને ઐશબાગ-માનક નગર સેક્શન માં નોન-ઇન્ટરલોકિંગ કામગીરી ના કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

9 જૂન, 2024 ના રોજ ઓખાથી દોડતી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ અને 13 જૂન, 2024 ના રોજ ગોરખપુરથી દોડતી ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ આંશિક રીતે ડાઈવર્ટ કરાયેલા રૂટ વાયા માનક નગર-લખનૌ-મલહૌર થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં ઐશબાગ અને બાદશાહનગરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:- Rajkot Division train scheduled: રાજકોટ ડિવિઝનની આ ટ્રેનો 29 જૂન સુધી રદ્દ રહેશે

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો