Okha-Puri Exp Route Change: ઓખા-પુરી એક્સપ્રેસ ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
Okha-Puri Exp Route Change: 4 અને 11 ફેબ્રુઆરી ની ઓખા-પુરી એક્સપ્રેસ ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
રાજકોટ, 09 ડિસેમ્બર: Okha-Puri Exp Route Change: દક્ષિણ મધ્ય રેલવેના કાઝીપેટ-બલહારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકીંગ કામના કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
4 અને 11 ફેબ્રુઆરી, 2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ તથા 1 અને 8 ફેબ્રુઆરી, 2026 ના રોજ પુરીથી ઉપડનારી ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા ટિટિલાગઢ, વિજયનગરમ થઈને ચલાવવામાં આવશે.
આ પણ વાંચો:- Rajkot Rail Division: ડૉ. બાબાસાહેબ આંબેડકરને 70મા મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ
જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં ચંદ્રપુર, બલ્હારશાહ, સિરપુરકાગજનગર, મંચિર્યાલ, રામગુંડમ, વરંગલ, રાયનપાડુ, વિજયવાડા, ગુણઢલા, એલુરુ, રાજમંડ્રી, સામલકોટ, અનકાપલ્લી અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે.
મુસાફરો તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

