Rajkot-Gorakhpur Festival Train: રાજકોટ-ગોરખપુર વચ્ચે દોડશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
Rajkot-Gorakhpur Festival Train: ટિકિટોનું બુકિંગ 25 ઓક્ટોબરથી

રાજકોટ, 24 ઓકટોબર: Rajkot-Gorakhpur Festival Train: આગામી તહેવારોની સિઝનમાં મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટથી ગોરખપુર વચ્ચે સાપ્તાહિક એક્સપ્રેસ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:
- ટ્રેન નંબર 09597/09598 રાજકોટ-ગોરખપુર એક્સપ્રેસ ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક) (10 ટ્રીપ્સ)
ટ્રેન નં. 09597 રાજકોટ-ગોરખપુર સ્પેશિયલ ટ્રેન રાજકોટથી દર બુધવારે 15.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21.30 કલાકે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર, 2024 સુધી ચાલશે. તેવી જ રીતે રિટર્ન મુસાફરીમાં ટ્રેન નં. 09598 ગોરખપુર-રાજકોટ સ્પેશિયલ ટ્રેન ગોરખપુરથી દર શુક્રવારે 01.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 10.00 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 1 નવેમ્બરથી 29 નવેમ્બર, 2024 સુધી ચાલશે.
મુસાફરી દરમિયાન આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવારા, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધી નગર જયપુર, દૌસા, બાંદીકુઇ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, શિકોહાબાદ, ઇટાવા, ગોવિંદપુરી, ઉન્નાવ, લખનૌ, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશન ખાતે સ્ટોપ કરશે. આ સ્પેશિયલ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે.

ટ્રેન નંબર 09597 રાજકોટ-ગોરખપુર સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ 25.10.2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સંરંચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો