News Flash 05

Remal Cyclone: રેલમ વાવાઝોડાની આફતના એંધાણ, આ રાજ્ય પર થઇ શકે છે અસર- વાંચો વિગત

Remal Cyclone:આજે સાંજે અથવા મોડી રાત્રે ડિપ ડિપ્રેશન ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે

google news png

નવી દિલ્હી, 25 મેઃ Remal Cyclone: દેશમાં પર મોટી દરિયાઈ આફતના એંધાણ જોવા મળી રહ્યા છે. સવારે 8:30 કલાકે ડિપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. વાવાઝોડુ બંગાળની ખાડીમાં સતત આગળ વધી રહ્યું છે. ડિપ ડિપ્રેશનમાં ફેરવાયેલુ વાવાઝોડુ 8 કિ.મી/કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.પશ્ચિમ બંગાળથી 580 કિલોમીટર દૂર ડિપ ડિપ્રેશન છે.

આ પણ વાંચો:- IPL 2024 Update: હૈદરાબાદ 6 વર્ષ બાદ ફાઈનલમાં પહોચ્યો, કોલકાતા નાઈટ રાઇડર્સ સામે રમશે ફાઇનલ- જુઓ વીડિયો

આજે સાંજે અથવા મોડી રાત્રે ડિપ ડિપ્રેશન ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે. 107 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 26 મેના રોજ રેમલ વાવાઝોડુ સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થઈ શકે છે. 26 મે મોડી રાત્રે 120થી 130ની ઝડપ સાથે વાવાઝોડુ ત્રાટકી શકે છે.

26 મેના રોજ મોડી રાત્રે પશ્ચિમ બંગાળના સાગર દ્વિપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે લેન્ડફોલ થવાની સંભાવના છે.પશ્ચિમ બંગાળ પર રેમલ વાવાઝોડાની સૌથી વધુ ગંભીર અસર થઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો