Train ac coach

Sabarmati-Haridwar special train: સાબરમતી થી હરિદ્વાર માટે ચાલશે સ્પેશિયલ ટ્રેન; જાણો વિગત

Sabarmati-Haridwar special train: 5 મે ના રોજ પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન

whatsapp banner

અમદાવાદ, 03 મે: Sabarmati-Haridwar special train: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતી અને હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ રીતે છે :

ટ્રેન નંબર 09425/09426 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ (કુલ 2 ફેરા)

ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ 05 મે 2024 રવિવારે સાબરમતીથી 19:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19:00 કલાકે હરિદ્વાર પહોંચશે. આ રીતે ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ 06 મે 2024 સોમવારે હરિદ્વારથી 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21:30 કલાકે સાબરમતી પહોંચશે.

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબૂરોડ, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, અજમેર, કિશનગઢ, ફુલેરા, રીંગસ, નીમ કા થાના, નારનૌલ, રેવાડી, ગુડગાંવ, દિલ્લી કેન્ટ, દિલ્લી, ગાજિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ રહેશે.

આ પણ વાંચો:- Akshay Tritiya: અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું જોઈએ કે ચાંદી? જાણો વઘુ શુભકારી

ટ્રેન નંબર 09425 નું બુકિંગ 04 મે, 2024 થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો