investment

Small Savings Scheme : આ યોજના મહિલાઓને રોકાણ પર 7.50% વ્યાજ આપી રહી છે, વાંચો વિગત

Small Savings Scheme: કેન્દ્ર સરકારે વર્ષ 2023માં મહિલાઓ માટે ‘મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ’ નામની વિશેષ યોજના શરૂ કરી છે

google news png

બિઝનેસ ડેસ્ક, 27 મેઃ Small Savings Scheme: છેલ્લા કેટલાક વર્ષોથી દેશની લગભગ તમામ સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ પર ભાર મુક્તિ રહી છે. જો તમે પણ એક મહિલા છો અને નજીકના ભવિષ્યમાં તમારી બચતનું રોકાણ કરીને ચોક્કસ સમયગાળા પછી ખાતરીપૂર્વકની આવક મેળવવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે અગત્યના છે.

કેન્દ્ર સરકારે વર્ષ 2023માં મહિલાઓ માટે ‘મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ’ નામની વિશેષ યોજના શરૂ કરી છે. આ એક નાની બચત યોજના છે જેના હેઠળ મહિલાઓને રોકાણ પર 7.50 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. તમને જણાવી દઈએ કે આ સ્કીમ હેઠળ કોઈપણ ખાતાધારક 1,000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકે છે.

આ પણ વાંચો:- Payal Kapdia: ભારતની પાયલ કાપડિયાએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીતી રચ્યો ઇતિહાસ

તમને જણાવી દઈએ કે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાની પાકતી મુદત 2 વર્ષ છે. આ યોજના હેઠળ કોઈપણ મહિલા 1,000 રૂપિયાથી લઈને 2,00,000 રૂપિયા સુધીની મૂડીનું રોકાણ કરી શકે છે. આ યોજનામાં ખાતું ખોલાવવા માટે કોઈ વય મર્યાદા નથી. એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી પણ તેના માતાપિતાની દેખરેખ હેઠળ આ યોજના હેઠળ ખાતું ખોલાવી શકે છે.

આ યોજના હેઠળ ખાતું કેવી રીતે ખોલવું
આ યોજના હેઠળ રોકાણકારો પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત બેંકોમાં ખાતા ખોલી શકે છે. ખાતું ખોલાવતી વખતે, તમારે એક ફોર્મ સબમિટ કરીને KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ માટે તમારે દસ્તાવેજ તરીકે આધાર કાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટોની જરૂર પડશે. આ પછી તમે તમારા ખાતામાં 2,00,000 રૂપિયા સુધી જમા કરાવી શકો છો.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો