DKA Breaking

Stampede in Bhole Baba’s satsang: યૂપીના હાથરસમાં ભોલે બાબા સત્સંગમાં મોટી દુર્ઘટના; 3 બાળકો સહિત 23ના મોત

Stampede in Bhole Baba’s satsang: ભોલે બાબાના સત્સંગમાં નાસભાગમાં 19 મહિલાઓ અને 3 બાળકો સહિત કુલ 23ના મોત થયા હતા.

google news png

હાથરસ, 02 જુલાઇ: Stampede in Bhole Baba’s satsang: ઉત્તર પ્રદેશના હાથરસના સિકંદરાબાદમાં ચાલી રહેલા ભોલે બાબાના સત્સંગમાં ભાગદોડ મચી ગઈ હતી. નાસભાગમાં 23 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં 1 પુરુષ, 19 મહિલા અને 3 બાળકોનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાથરસ જિલ્લાના ફુલરાઈ ગામમાં ચાલી રહેલા ભોલે બાબાના સત્સંગમાં ભાગદોડ મચી ગઈ હતી. આ નાસભાગમાં અનેક શ્રદ્ધાળુઓના મોત થયા છે. મૃતકોના મૃતદેહને મેડિકલ કોલેજ, એટા માં લઈ જવામાં આવ્યા છે. નાસભાગ શા માટે થઈ તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

એટાના સીએમઓ ડૉક્ટર ઉમેશ કુમાર ત્રિપાઠીએ હમણાં જ 27 મૃતદેહોની પુષ્ટિ કરી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો