train 10

Train Route Change: ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર

google news png

રાજકોટ, 26 જુલાઈ: Train Route Change: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે એ 04 ઓગસ્ટ, 2024 થી ઓખા-ગાંધીગ્રામ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનના બદલાયેલા સમયની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નં. 09436 ઓખા-ગાંધીગ્રામ સાપ્તાહિક સ્પેશિયલ 04.08.2024 થી દર રવિવારે ઓખા સ્ટેશન થી 23:50 કલાક ને બદલે 19.05 કલાકે ઉપડશે, રાજકોટ તે જ દિવસે 04.18 કલાક ને બદલે 23.40 કલાકે પહોંચશે અને ગાંધીગ્રામ બીજા દિવસે 11.50 કલાક ને બદલે 07.40 પર પહોંચશે.

આ ટ્રેન ના રૂટ પર ના અન્ય સ્ટેશનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો, જેની વિગતવાર માહિતી મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પરથી મેળવી શકે છે.

ઉલ્લેખનીય છે કે ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના સમય માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો