train 10

Train route change update: ઇન્દોર-ગાંધીધામ અને વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ બદલાયેલા રૂટ પર દોડશે

Train route change update: આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે લેવામાં આવેલા બ્લોકને કારણે ઈન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ અને વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

google news png

અમદાવાદ, ૧૫ જૂન: Train route change update: પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે લેવામાં આવેલા બ્લોકને કારણે ઈન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ અને વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે:-

• ટ્રેન નંબર 19319 વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ 19.06.2024 અને 26.06.2024ના રોજ ગેરતપુર – આણંદ – બાજવા – છાયાપુરી – ગોધરા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

• ટ્રેન નંબર 20936 ઈન્દોર-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ 16.06.2024, 23.06.2024 અને 30.06.2024ના રોજ ગોધરા-છાયાપુરી-બાજવા-આણંદ-ગેરતપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

આ પણ વાંચો:- A Brush with Destiny: એ બ્રશ વિથ ડેસ્ટિની: પૂજા પટેલ

ઉપરોક્ત ટ્રેનોને ગોધરા-આણંદ વચ્ચે કોઈ સ્ટોપેજ નથી. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો