train 10

Train Route Divert: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો ડાઇવર્ટ

Train Route Divert: અમદાવાદ ડિવિઝનમાં ડબલિંગ કામગીરી ના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો ને અસર

google news png

રાજકોટ, 26 જુલાઈ: Train Route Divert: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના મહેસાણા-પાલનપુર સેક્શન પર ધારેવાડા-સિદ્ધપુર-છાપી સ્ટેશનો વચ્ચે ડબલિંગના નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે, 26 જુલાઈ, 2024થી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

ડાઇવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનો:-

નીચેની ટ્રેનો મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુરના ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે:

  • 27 જુલાઈ, 2024 ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 20937 પોરબંદર – દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ.
  • 26 જુલાઈ, 2024 ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર – મુઝફ્ફરપુર એક્સપ્રેસ
  • 26 જુલાઈ, 2024ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 19565 ઓખા-દહેરાદૂનનું ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ નહીં હોય.

ઉપરોક્ત ઉલ્લેખિત ટ્રેનોના સ્ટોપેજ સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો