train

Train scheduled updates: રાજકોટ મંડળની આ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર રિશેડ્યુલ કરાયેલ સમય પર દોડશે

Train scheduled updates: ઓખા-વેરાવળ અને વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનો 8 જુલાઈ સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ પર રિશેડ્યુલ કરાયેલ સમય પર દોડશે

google news png

રાજકોટ, 04 જુલાઈ: Train scheduled updates: ટેકનિકલ કારણોસર, ઓખા-વેરાવળ અને વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનો તાત્કાલિક અસર થી 8 જુલાઈ, 2024 સુધી ડાઈવર્ટ કરાયેલા રૂટ પર રિશેડ્યુલ કરાયેલ સમય પર દોડશે. વિગતો નીચે મુજબ છે:

  • ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ તાત્કાલિક અસર થી 08.07.2024 સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા કાનાલુસ-વાંસજાળીયા-જેતલસર-વેરાવળ થઈ ને દોડશે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન ઓખા થી તેના નિર્ધારિત સમય કરતાં 5 કલાક 45 મિનિટ મોડી એટલે કે 02.00 વાગ્યે ઉપડશે.
  • ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ તાત્કાલિક અસર થી 08.07.2024 સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા જેતલસર-વાંસજાલિયા-કાનાલુસ થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન વેરાવળ થી તેના નિર્ધારિત સમય કરતાં 3 કલાક 55 મિનિટ મોડી એટલે કે 03.00 વાગ્યે ઉપડશે.

રેલવે યાત્રી ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો