World Environment Day

World Environment Day: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

World Environment Day: ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમાર સહિત ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પર્યાવરણની જાળવણીના શપથ લીધા હતા અને ત્યારબાદ વૃક્ષારોપણ કર્યું હતું.

google news png

રાજકોટ, 05 જૂન: World Environment Day: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝન કેરેજ એન્ડ વેગન ડેપો અને આસપાસના વિસ્તારોમાં “મિશન લાઈફ” અંતર્ગત સઘન વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત સીનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર અભિષેક કુમાર સિંઘ દ્વારા ડિવિઝનલ રેલવે મેનેજર અને અન્ય મુલાકાતીઓ વચ્ચે “Land Restoration, Desertification and Drought Resilience” જે આ વર્ષે પર્યાવરણ દિવસની થીમ છે તેના લોગો વાડી ટોપી નું વિતરણ કરવામાં આવ્યું હતું.

World Environment Day rajkot division

આ પછી ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમાર સહિત ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પર્યાવરણની જાળવણીના શપથ લીધા હતા અને ત્યારબાદ વૃક્ષારોપણ કર્યું હતું. આ પછી તેમણે રેલવે કર્મચારીઓ દ્વારા આયોજિત પર્યાવરણ જાગૃતિ માર્ચને લીલી ઝંડી દેખાડી. ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેલવે કર્મચારીઓ અને તેમના પરિવાર ના સભ્યો માટે આયોજિત ચિત્રકળા અને નિબંધ સ્પર્ધા જેમાં 85 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેના વિજેતાઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. તેમના સંદેશમાં, તેમણે પર્યાવરણ પ્રત્યે લોકોને વધુ જાગૃત થવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને બધાને દર વર્ષે વૃક્ષો વાવવા અને તેની કાળજી લેવા અપીલ કરી હતી.

આ પણ વાંચો:- World Environment Day 2024: મારી કલમની નજરે જોઉં તો ઊજવણીની નહીં સાચવણીની જરૂર છે: વૈભવી જોશી

આ પ્રસંગે અધિક ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલ કુમાર ચૌબે, વરિષ્ઠ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર અભિષેક કુમાર સિંઘ, વરિષ્ઠ ડિવિઝનલ ઈજનેર (સંકલન) ઈન્દ્રજીત સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે આજે ડીઆરએમ ઓફિસ રાજકોટ ખાતે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન રાજકોટના સભ્યો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું જેમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા રાજકોટના પ્રમુખ રંજના કુમાર સિંઘ, ઉપપ્રમુખ મમતા ચૌબે, સેક્રેટરી વિનીતા આર્ય સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો