Mahashivratri in Somnath 1

Mahashivratri in Somnath: મહાશિવરાત્રી પર્વે સોમનાથ ટ્રસ્ટ હજારો ભકતોને કરાવશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન

Mahashivratri in Somnath: સોમનાથમાં મહાશિવરાત્રી પર્વે સમુદ્ર તટે સોમનાથ ટ્રસ્ટ હજારો ભકતોને કરાવશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન

  • ગત 2 વર્ષોથી રત્નાકર સમુદ્રના તટ પર ભાવિકોને કરાવવામાં આવે છે પાર્થેશ્વર મહાપૂજા
  • સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 251₹ માં પાર્થેશ્વર પુજન આયોજનને લઈ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ
  • ભકતોને પાર્થિવ શિવલિંગ પંચમહાભૂતની પૂજા, ટ્રસ્ટ ઇકોફ્રેન્ડલી અભિગમ સાથે પૂજા સામગ્રી ઉપલબ્ધ કરાવાશે
google news png

સોમનાથ, 22 ફેબ્રુઆરી: Mahashivratri in Somnath: મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી મોટો મહોત્સવ. મહાશિવરાત્રીના પર્વ પર શિવભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે. અને તેમાં પણ વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજન નું શાસ્ત્રમાં પણ અનેરૂ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. લાખો લોકો સોમનાથ આવનાર હોય ત્યારે શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દરેક પરિવાર નજીવા શુલ્ક સાથે પૂજા નો લાભ લઈ શકે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.

મહાશિવરાત્રી પર્વે તા. 26 ફેબ્રુઆરી 2025 ના રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચમહાભૂત ની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ એવી પાર્થીવેશ્વર શિવલિંગની પૂજા કરાવવામાં આવશે. જેમાં ભક્તે માત્ર 251₹ ની ન્યોછાવર રાશિમાં આસન, પૂજા સામગ્રી, માટીનું શિવલિંગ, સહિત તમામ વ્યસ્થા પુરી પાડવામાં આવશે.

આ પણ વાંચો:- Ekta Skill Development Centre: છેલ્લા ચાર વર્ષમાં આદિવાસી વિસ્તારના 2048થી વધુ યુવક યુવતીઓ તાલીમ મેળવી

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ પ્રકૃતિ અને આધ્યાત્મ બંને ને સાથે રાખીને સનાતન ધર્મની પ્રકૃતિપ્રેમ ની વિસ્તૃત વિચારધારા દર્શાવનાર અનેકવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે. જેમાં સૌથી અદભુત પ્રકલ્પો માનું એક છે પાર્થિવ શિવલિંગ પૂજન. આ પૂજા ગત 2 વર્ષથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો ભક્તોને સોમનાથ મંદિરના સાનિધ્યમાં પ્રોમોનેડ વોક-વે પર મારુતિ બીચ મહાશિવરાત્રીના પર્વ પર આ વિશેષ પૂજા કરાવવામાં આવી હતી. 

BJ ADVT

જેમાં આકાશ, અગ્નિ, જલ, પૃથ્વી, અને હવા એમ પંચ મહાભૂતની પૂજા સાથે અભિમંત્રિત માટી દ્વારા નિર્મિત પાર્થિવ શિવલિંગ દ્વારા ભકતોને વિસ્તૃત પૂજા કરાવવામાં આવી હતી. જે ભક્તો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ વર્ષે શ્રદ્ધાળુઓની લાગણીઓને ધ્યાને લઈ વધુ ભવ્યતા સાથે એક સ્તર ઉપર જઈને આ વર્ષે વધુ મોટી માત્રામાં ભકતોને પૂજાનો લાભ મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ પૂજામાં દંપતીને બેસવા માટેની આસન વ્યવસ્થા, પાર્થિવ શિવલિંગ, ઇકો ફ્રેન્ડલી પંચપાત્ર, આચમની, તરભાણું, ફળ સાથે પૂજા સામગ્રી શ્રી સોમનાત ટ્રસ્ટ તરફથી પૂરી પાડવામાં આવશે.

આપણા શાસ્ત્રો અનુસાર, આવી જ પાર્થિવેશ્વર પૂજા ભગવાન શ્રી રામ અને માતા સીતા દ્વારા ગંગા પાર કરતી વખતે કરવામાં આવી હતી. તેમજ પાંડવ પુત્ર અર્જુને ભગવાન શિવના પાર્થિવ લિંગની પૂજા કરી હોવાનો ઉલ્લેખ છે. આ રીતે શિવના પાર્થિવ લિંગની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેની શાસ્ત્રો સાબિતી આપે છે.

શાસ્ત્રોકત નીતિ નિયમ અનુસાર આમંત્રણ આપેલી પવિત્ર ભૂમિમાંથી ખનન કરીને મંત્રોચ્ચાર સાથે નિર્માણ કરાયેલ શિવજીના પાર્થિવેશ્વર શિવલિંગ, પૂજા સામગ્રી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભકતોને આપવામાં આવશે. મહાશિવરાત્રી ના પર્વે તા.26/02/2025 ના રોજ સવારે 08:00 થી 09:00 વાગ્યે સોમનાથ મંદિર પરિસર નજીક પ્રમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે આ વિશેષ પૂજાનું સુંદર આયોજન થનાર છે.

ત્યારે આ પૂજાના વિસ્તૃત આયોજનમાં પણ સ્થાન અને પીઠિકા અનુસાર એક નિશ્ચિત સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકે તેમ હોય વહેલા તે પહેલા ના ધોરણે સોમનાથ મંદિર ખાતે પૂજાવિધિ કાઉન્ટર પર અથવા ટ્રસ્ટની વેબસાઈટ https://somnath.org/online-donation/ પરથી નોંધાવી શકાશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો