Shiv Puja: શ્રાવણ મહિનામાં કેવી રીતે કરવી શિવલિંગની પૂજા? જાણો સાચી પદ્ધતિ

Shiv Puja: દર સોમવારે શિવ મંદિરોમાં ભક્તો શિવલિંગ પર જળ, દૂધ અને બિલીપત્ર ચઢાવે છે.

ધર્મ ડેસ્ક, 25 જુલાઇઃ Shiv Puja: શ્રાવણ માસના ભગવાન શિવની પૂજા-અર્ચના માટે ખાસ માનવામાં આવે છે. આ વર્ષે આજથી એટલે કે 25 જુલાઇ, 2025થી શ્રાવણ માસની શુભ શરૂઆત થઇ ચૂકી છે. આખો મહીનો ભક્તો વ્રત, જાપ, અભિષેક અને રૂદ્રાષ્ટક જેવા પાઠ દ્વારા શિવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને દર સોમવારે શિવ મંદિરોમાં ભક્તો શિવલિંગ પર જળ, દૂધ અને બિલીપત્ર ચઢાવે છે.

પરંતુ ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે શિવલિંગ પર પહેલા શું ચઢાવવું જોઇએ જળ કે બિલીપત્ર? આ સવાલનો જવાબ ઉત્તર જાણીતા જ્યોતિષી અને વાસ્તુ સલાહકારએ એક મીડિયા હાઉસ સાથે વાત ચીતમાં આપ્યો છે, જે શ્રાવણ મહીનામાં ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવા ઇચ્છુક ભક્તોએ ચોક્કસ જાણવું જોઇએ.

આ રીતે કરવી પૂજા
ભગવાન શિવને અભિષેક ખૂબ જ પ્રિય છે અને પૂજાની શરૂઆત પણ અભિષેકથી જ થાય છે. સૌ પ્રથમ શિવલિંગ પર શુદ્ધ જળ કે ગંગાજળ ચઢાવવું જોઇએ. ત્યાર બાદ દૂધ, દહીં, મધ, ખાંડ, ઘી જેવા પંચામૃત ચઢાવવા. ત્યાર બાદ ફરી શુદ્ધ જળથી શિવલિંગને સાફ કરો અને પૂજન સામગ્રી અર્પણ કરો, જેમ કે બિલીપત્ર, સફેદ ફૂલ , ધતૂરો, ભાંગ વગેરે.

શા માટે સૌથી પહેલા ચઢાવવામાં આવે છે જળ?
શિવ પુરાણ, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, શિવ પૂજનની શરૂઆત જળથી જ થાય છે. જળને નિમંત્રણનું પ્રતિક માનવમાં આવે છે. જ્યારે શિવલિંગ પર જળ ચઢાવવામાં આવે છે, તો તે તેને ઠંડક આપે છે. આ આપણને યાદ અપાવે છે કે ભગવાન શિવે સૃષ્ટિનું રક્ષણ કરવા માટે સમુદ્ર મંથનમાંથી નીકળેલું ઝેર પીધું હતું. તે જ ઝેરથી થતી બળતરાને શાંત કરવા માટે તેમના માથા પર પાણીનો સતત પ્રવાહ રેડવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by onlinebuyer (@onlinebuyer.in)

બિલીપત્રનું મહત્વ અને યોગ્ય સમય
બિલીપત્ર ભગવાન શિવનું સૌથી પ્રિય છે. પરંતુ તેનું સ્થાન જળ પછી આવે છે. જળથી શિવલિંગની ઉર્જા સક્રિય થાય છે અને બિલીપત્ર તે ઉર્જાને સ્થિર કરે છે. તેથી પહેલા જળ અને ત્યાર બાદ બિલીપત્ર ચઢાવવું યોગ્ય છે. બિલીપત્ર ચઢાવવાનો પણ ખાસ નિયમ છે. જેમાં તેના પાન તૂટેલા કે કપાયેલા ન હોવા જોઇએ, તેના પર ઉંદર કે જંતુઓના કોઇ નિશાન ન હોવા જોઇએ અને ત્રણ પાંદડાવાળું જ બિલીપત્ર હોવું જોઇએ. સાથે બિલીપત્ર ચઢાવતી સમયે ॐ नमः शिवायનો જાપ કરવો શુભ ફળ પ્રદાન કરે છે.

ઉલ્લેખનીય છે કે, જો કોઇ વ્યક્તિ ભૂલથી પહેલા બિલીપત્ર અને પછી જળ ચઢાવે છે તો આ પૂજાનો નિયમ ઊલટો થઇ જશે. તેનો અર્થ એવો થયો કે જમ્યા પહેલા હાથ ધોવાની જગ્યાએ જમ્યા પછી હાથ ધોવા. પૂજામાં ક્રમનું પાલન ભાવ અને નિયમો બંનેની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. તેથી શ્રાવણ માસમાં શિવલિંગ પર પહેલા શુદ્ધ જળ અને ત્યાર બાદ અન્ય સામગ્રી ચઢાવવી જોઇએ.

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન શિવ તે જ ભક્તોને પ્રિય માને છે જે નિર્મળ મન, સાચો ભાવ અને કપટથી દૂર રહે છે. જે પોતાની ભલાઇ પહેલા બીજા વિશે વિચારે છે, ધર્મની રાહ પર ચાલે છે અને ક્યારે કપટ કે છેતરપિંડી કરતા નથી. આવા ભક્તો જ ભગવાન શિવની સાચી પૂજા માટે લાયક છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી. ઉલ્લેખનીય છે કે, આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

BJ ADVT