Hu chhu tari sathe: રોહન તેને મળવાના ઉત્સાહ સાથે ઘરે પાછો ફર્યો તો મમ્મીએ કહ્યું….
શીર્ષક:- હા હું છું તારી સાથે!(Hu chhu tari sathe)

પ્રિંસીને ઘરે નહોતું જવું! તેને અહીં રોહન સાથે સાસરે મજા આવતી હતી! હજી ગઈ કાલે જ તેઓ શિમલાથી પાછાં આવ્યાં હતાં ને આજે તેને ભાઈ ભાભી ઘરે બે દિવસ માટે રોકાવાનું પૂછવા માટે આવ્યા હતાં! પ્રિંસીને રોહન સાથે જ રહેવું હતું, તે ઘરે જવા નહોતી માંગતી!
આજે રોહન અને પ્રિંસીને સાથે પાંચ વર્ષ પૂર્ણ થયા હતા ને તેઓની લગન એનીવર્સરી હતી! તે ગમે તેમ કરીને રોહન સાથે આજનો દિવસ વિતાવવા માંગતી હતી ને આજે જ તેનાં ભાઈ ભાભી આવ્યાં જેનો પ્રિંસીને આઘાત લાગ્યો હતો. તે ડરથી ધ્રૂજી ઊઠી! પ્રિંસીનાં સાસુએ તેને જવા માટે કહ્યું એટલે તેને આવવું જ પડ્યું!
આ પણ વાંચો:- Swamiji ni vani Part-31: માણસો પોતાની જાતને દેખાદેખીથી હોડમાં મૂકી દે; પછીના પરિણામ શું?
ઘરે પહોંચતાં વેંત જ તેમણે રંગ બતાવ્યો! તેના પિતાએ જે સંપત્તિ આપી હતી તેનો હિસ્સો તે જબરદસ્તી પોતાનાં નામે કરાવી દેવા માટે ભાભી ને ભાઈ બંનેએ ત્રાસ આપવાનું ચાલું કર્યું! આખરે થાકીને બપોરે તે રૂમમાં સૂવા ગઈ. બીજી બાજુ રોહનને પ્રિંસીની ખુબ યાદ આવી રહી હતી કેમ કે તેને લગન એનીવર્સરી સાથે ઉજવવી હતી! તે અહીં તેના પિયરે આવ્યો તો ભાભીએ કીધું, “પ્રિંસીને તમારી ખૂબ યાદ આવી રહી હતી એટલે તે નીકળી ગઈ હતી સાસરે આવવા!
અમે ખુબ આગ્રહ કર્યો પણ તે ના જ માની!” રોહન તેને મળવાના ઉત્સાહ સાથે ઘરે પાછો ફર્યો તો મમ્મીએ કહ્યું, ” બેટા, પ્રિંસી આવી જ નથી!” રોહન પ્રિંસીને શોધતો શોધતો તેનાં ઘરે આવ્યો અને તેને બારીમાંથી અંદર રૂમમાં ખુબ રડતી જોઈ! રડી રડીને તેની આંખો લાલ થઈ ગઈ હતી!” એટલામાં તેણે એક અવાજ સાંભળ્યો, “હું અહીંયા જ છું, તો તારો રોવાનો તો સવાલ જ નથી આવતો!”
