Budh Pradosh Vrat 2025

Budh Pradosh Vrat 2025: આવતી કાલે બુધ પ્રદોષ વ્રત , જાણો પૂજા-વિધિ સહિત આ દિવસનું મહત્વ

google news png

ધર્મ ડેસ્ક, 19 ઓગષ્ટઃ Budh Pradosh Vrat 2025: પ્રદોષ વ્રત 20 ઓગસ્ટના રોજ છે. આ વ્રત બધા દુ:ખ અને દોષોથી મુક્તિ અપાવે છે તેવું માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ કૃપા ભક્તો પર રહે છે. પ્રદોષ વ્રત ત્રયોદશી તિથિ પર મનાવવામાં આવે છે, જે દર મહિને બે વાર આવે છે, એક વાર કૃષ્ણ પક્ષમાં અને બીજી વાર શુક્લ પક્ષમાં. આ વ્રત સૂર્યાસ્ત સમયે મનાવવામાં આવે છે, જેને પ્રદોષ કાળ કહેવામાં આવે છે.

બુધ પ્રદોષ વ્રત તિથિ
પંચાંગ મુજબ, ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 20 ઓગસ્ટ, બુધવારના રોજ બપોરે 1:58 વાગ્યે શરૂ થશે અને 21 ઓગસ્ટના રોજ બપોરે 12:44 વાગ્યે સમાપ્ત થશે. જો કે પ્રદોષ પૂજાનું મુહૂર્ત 20 ઓગસ્ટે છે.

સિદ્ધિ યોગ અને પુનર્વસુ નક્ષત્ર
આ વખતે બુધ પ્રદોષ વ્રતના દિવસે સિદ્ધિ યોગ અને પુનર્વસુ નક્ષત્રનો સંયોગ થઈ રહ્યો છે. સિદ્ધિ યોગ સવારથી સાંજના 6:13 સુધી રહેશે, જ્યારે પુનર્વસુ નક્ષત્ર સવારથી 12:27 સુધી રહેશે.

OB banner

પ્રદોષ વ્રત પૂજાવિધિ
પ્રદોષ વ્રતના દિવસે ભક્તો વહેલી સવારે ઊઠીને સ્નાન કરે છે અને ભગવાન શિવની પૂજા કરે છે. દિવસભર ઉપવાસ રાખવામાં આવે છે અને સૂર્યાસ્ત પછી ફળોનું સેવન કરવામાં આવે છે. આ દિવસે શિવલિંગ પર જળ, બેલપત્ર, ધતુરા અને અન્ય પૂજા સામગ્રી ચઢાવવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્ર અને શિવ તાંડવ સ્તોત્રનો પણ જાપ કરવામાં આવે છે.

આ પણ વાંચો:Miss Universe India 2025: મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો ખિતાબ જીત્યો, જાણો કોણ છે તે?

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી. ઉલ્લેખનીય છે કે, આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો