Mahashivratri Special Train: શ્રદ્ધાળુઓ માટે રાજકોટ–વેરાવળ મેલા સ્પેશિયલ ટ્રેનની જાહેરાત
Mahashivratri Special Train: મહાશિવરાત્રી 2026: રાજકોટ અને વેરાવળ વચ્ચે 13 થી 17 ફેબ્રુઆરી દરમિયાન ચાલશે ‘મેળા સ્પેશિયલ’ ટ્રેન
રાજકોટ, 12 ફેબ્રુઆરી: Mahashivratri Special Train: મહાશિવરાત્રી મેળા 2026ના અવસરે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને વેરાવળ વચ્ચે વિશેષ ભાડા પર પાંચ દિવસ માટે “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ” ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન સંખ્યા 09513/09514 રાજકોટ–વેરાવળ–રાજકોટ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ
ટ્રેન સંખ્યા 09513 રાજકોટ–વેરાવળ સ્પેશિયલ: દરરોજ સવારે 06:55 કલાકે રાજકોટથી રવાના થશે અને તે જ દિવસે સવારે 10:55 કલાકે વેરાવળ પહોંચશે.
ટ્રેન સંખ્યા 09514 વેરાવળ–રાજકોટ સ્પેશિયલ: વેરાવળથી બપોરે 15:20 કલાકે રવાના થશે અને રાત્રે 20:00 કલાકે રાજકોટ પહોંચશે.
આ સ્પેશિયલ ટ્રેન 13 ફેબ્રુઆરી, 2026 થી 17 ફેબ્રુઆરી, 2026 સુધી દરરોજ દોડાવવામાં આવશે.
સ્ટોપેજ: આ ટ્રેન બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, વીરપુર, જેતલસર, જૂનાગઢ અને કેશોદ સ્ટેશનો પર ઉભી રહેશે.
મુસાફરોને વિનંતી છે કે ટ્રેનના સ્ટોપેજ, સમયપત્રક અને કોચની રચના સંબંધિત વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.

