two wheeler drive

News alert for two wheeler: બાળકોને બેસાડીને બાઇક ચલાવતા પહેલા જાણી લો આ નિયમ, નહી તો ભરવો પડશે મસમોટો દંડ

News alert for two wheeler: કેન્દ્ર  સરકારે બાળકોને બાઇક પર બેસાડવા માટેના સુરક્ષિત નિયમો બનાવ્યા છે. જો તમે આ નિયમોનું ઉલ્લંઘન કરશો તો મોટો દંડ ભરવો પડશે.

અમદાવાદ, 16 ફેબ્રુઆરી: News alert for two wheeler: આપણે ઘણી વખત બાઈક અને સ્કૂટર પર આખું ફેમિલી જતા જોઇએ છીએ. કેટલાક લોકો ફોર વ્હીલર ન હોય તો ટુ વ્હિલર પર જ બાળકોને સાથે લઇને નીકળતા હોય છે. એક બાળક આગળ બેઠુ હોય અથવા બાળક આગળ ઉભુ હોય. ઘણીવાર આ દ્રશ્યો આપણને જોખમી લાગે. ત્યારે આ બાબતે માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયે બાળકોની સુરક્ષાને લઇને નિયમોમાં બદલાવ કર્યો છે. કેન્દ્ર  સરકારે બાળકોને બાઇક પર બેસાડવા માટેના સુરક્ષિત નિયમો બનાવ્યા છે. જો તમે આ નિયમોનું ઉલ્લંઘન કરશો તો મોટો દંડ ભરવો પડશે.

માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યાનુસાર 15 ફેબ્રુઆરી 2022એ આ અંગે અધિસૂચના જાહેર કરવામાં આવી છે. આ નિયમ આગામી વર્ષ એટલે કે 15 ફેબ્રુઆરી 2023થી અમલમાં આવશે. જો કે હાલ આ મામલે કોઇ દંડની રકમ નક્કી કરવામાં આવી નથી. અધિસૂચનામાં જણાવવામાં આવ્યુ છે આ નિયમ માટે દંડની રકમ ખુદ રાજ્ય સરકાર નક્કી કરશે. 

નવા નિયમો (News alert for two wheeler)

  • ચાર વર્ષના બાળકને બાઇક પર પાછળ બેસાડીને લઇ જતી વખતે બાઇક, સ્કૂટર જેવા દ્વિચક્રી વાહનોની સ્પીડ લિમિટ 40 કિમી પ્રતિ કલાકથી વધારે ન હોવી જોઇએ. 
  • દ્વિચક્રી વાહન ચલાવનારની પાછળ બેસનાર 9 મહિનાથી 4 વર્ષના બાળકોને ક્રેશ હેલ્મેટ પહેરાવવુ જરૂરી છે.
  • મોટર સાયકલ ચાલક એ નક્કી કરશે કે 4 વર્ષથી ઓછી ઉંમરનુ બાળકને પોતાની બાઇક કે સ્કૂટર સાથે બાંધી રાખવા માટે સેફ્ટી હાર્નેસનો વપરાશ કરે છે.

આ પણ વાંચો…VHP protest in Taj Mahal: હિજાબ વિવાદ આગ્રા સુધી પહોંચ્યો, વીએચપી સાથે જોડાયેલા લોકો તાજમહેલની અંદર ભગવો પહેરીને હનુમાન ચાલીસા વાંચવા લાગ્યા

Gujarati banner 01