Organic fertilizers: ફર્ટીલાઈઝર નહીં પરંતુ ગૌટીલાઈઝર, એગ્રીકલ્ચરના કેમીકલ બજારમાં ગૌમય ઓર્ગેનિકની એન્ટ્રી…
Organic fertilizers: ગૌવંશ સંવર્ધનના ઉદ્દેશ્ય તેમજ નેનો ટેક્નોલોજી સંશોધનના આધારે બનાવવામાં આવેલી નવી પ્રોડક્ટથી ખેડૂતો અને પર્યાવરણ બંનેને ફાયદો થશે.
મુંબઈ, 25 જાન્યુઆરી: Organic fertilizers: ગૌ લાઇફ સાયન્સ દ્વારા વૈજ્ઞાનિક સંશોધન થકી એક ઓર્ગેનિક ફર્ટિલાઇઝર બનાવવામાં આવ્યું છે. આ ઓર્ગેનિક ફર્ટિલાઈઝર ની ખાસિયત એવી છે કે તે વૈજ્ઞાનિક ચકાસણીઓ પર ખરું ઠર્યું છે, તેમજ તેના ઉપયોગથી ખેડૂતોને લાભ થશે. નેનો ટેકનોલોજીના માધ્યમથી ગાયના છાણ અને ગૌ મુત્રને નેનો ફોર્મ્યુલેશનના માધ્યમથી પોષક તત્વોમાં ફેરવવામાં આવે છે. આ વૈજ્ઞાનિક પદ્ધતી થકી બનેલી પ્રોડક્ટને ગૌ-ગ્રો તેમજ ગૌટીલાઈઝર ગોલ્ડ ઓર્ગેનિક ફર્ટીલાઈઝર નામ આપવામાં આવ્યું છે.દેશી ગૌવંશના સંવર્ધન તેમજ ગાય માંથી થતી પેદાશોના સદુપયોગના ઉદ્દેશ્યથી આ સંશોધન કરવામાં આવ્યું છે. રિસર્ચના પરિણામો જણાવે છે કે ગૌટીલાઈઝરને કારણે પરંપરાગત ટકાઉ ખેતી વધી શકે છે તેમજ પાણીની જાળવણી, જમીનમાં પોષક તત્વની ઉપલબ્ધતા અને જમીનની ગુણવત્તામાં સુધાર થાય છે. જેનાથી ખેડૂતોને આર્થિક લાભ થાય છે. ઓર્ગેનિક તત્વના ઉપયોગને કારણે ખેત ઉત્પાદન વધુ પૌષ્ટિક અને સુરક્ષિત રહે છે.

આ સંદર્ભે એસ.એસ. કે ભારત ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર કાર્તિકભાઈ રાવલે જણાવ્યું કે આ પ્રોડક્ટ વિકસાવવાનો ઉદ્ધેશ ભારતના પ્રાચીન જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે સાંકળીને કૃષી ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવવનું છે. અમારું મિશન એક ઇકો સિસ્ટમ બનાવવાનું છએ જેમાં દેશી ગાયો વૈશ્વિક સ્તરે કૃષિમાં ક્રાંતિ લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે. આ પ્રોડક્ટ સમગ્ર દેશમાં ફાર્મર પ્રોડ્યુસર કંપનીના માધ્યમથી એસ.એસ. કે ભારત ગ્રુપના નેતૃત્વ હેઠળ લોંચ કરવામાં આવી રહી છે.
ગૌટીલાઈઝરને કારણે ખેડૂત, ખેત ઉત્પાદન સંગઠનો તેમજ ગૌશાળાઓને આગળ વધવાનો મોકો મળશે કારણકે ખેતીની આડપેદાશોને વેચાણ માટે એક બજાર મળશે. તેમજ આ ત્રણે સેક્ટર એકબીજાને સાંકળી લેશે.
આ સંદર્ભે વધુ જણાવતા એસ.એસ. કે ભારત ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર કાર્તિકભાઈ રાવલે જણાવ્યું કે અમે આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે મેક ઇન ઇન્ડિયા હેઠળ બનાવ્યો છે. તેમજ ગૌ લાઈફ સાયન્સ માત્ર એક સ્ટાર્ટ અપ નથી. આ એક પરિવર્તનકારી પ્રોડક્ટ આપનાર સફળતા છે.
ઉલ્લેખનિય છે કે આજની તારીખમાં બજારમાં અનેક પ્રકારના કેમીકલો વેચાય છે જે ખેત પેદાશોમાં ઉપયોગમાં લેવાય છે. આવા સમયે ઓર્ગેનિક ફર્ટીલાઈઝર બજારમાં એક નવી આશાનું કિરણ લઈને આવ્યું છે. આ પ્રોડક્ટને આંતરરાષ્ટીય ફલક પર પ્રદર્શીત કરવા અનેક ખ્યાતનામ વેપારીઓ, ઉદ્યોગપતીઓની હાજરીમાં મુંબઈ શહેરમાં ગ્વાટેમાલા તેમજ પેરાગ્વેના એમ્બેસેટર સમક્ષ એક ટ્રેડ કાર્યક્રમમાં રજુ કરવામાં આવી હતી. જ્યાં એસ.એસ.કે ગ્રુપના ચેરમેન એડવોકેટ શ્યામશંકર ઉપાધ્યાયની યુરેશીયાના ટ્રેડ કમિશ્નર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:- Online Registration For Yuva Sangam: યુવા સંગમ (તબક્કો IV)માં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થયું