Putrada Ekadashi 2024

Putrada Ekadashi 2024: આ તારીખે છે પુત્રદા એકાદશી, જાણો તિથિ, શુભ મુહૂર્ત અને મહત્વ વિશે

Putrada Ekadashi 2024: પુત્રદા એકાદશીની, જે આ વર્ષે 16 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે.

google news png

ધર્મ ડેસ્ક, 14 ઓગષ્ટઃ Putrada Ekadashi 2024: હિન્દૂ ધર્મમાં તમામ એકાદશીઓનું પોતાનું આગવું મહત્વ છે. એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એક મહિનામાં બે એકાદશી આવે છે, જેમાંથી એક કૃષ્ણ પક્ષમાં હોય છે અને બીજી શુક્લ પક્ષમાં.

આજે અમે અહીં વાત કરી રહ્યા છીએ પુત્રદા એકાદશીની, જે આ વર્ષે 16 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે વ્રત કરીને અને ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. માનવામાં આવે છે કે, જે મહિલાઓ પુત્ર પ્રાપ્ત કરવા માંગે છે, તેઓ આ વ્રત કરે તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય છે. ત્યારે અહીં પુત્રદા એકાદશીની તિથિ, શુભ મુહૂર્ત અને મહત્વ જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- 78th Independence Day: હું તો બહુ જ દેશપ્રેમી છું……વૈભવી જોશી

પુત્રદા એકાદશીની તિથિ
પુત્રદા એકાદશીની શરૂઆત 15 ઓગસ્ટના રોજ સવારે 10:25 વાગ્યે થશે અને આ એકાદશી 16 ઓગસ્ટના રોજ સવારે 09:38 વાગ્યે પૂર્ણ થશે. ત્યારે ઉદયાતીથી અનુસાર, પુત્રદા એકાદશીનું વ્રત 16 ઓગસ્ટ રાખવામાં આવશે. તેમજ વ્રતનું પારણ 17 ઓગસ્ટના રોજ સવારે 05:52 વાગ્યાથી લઈને 08:04 વાગ્યા સુધી કરી શકાશે.

Rakhi Sale 2024 ads

પુત્રદા એકાદશીનું શુભ મુહૂર્ત
વૈદિક પંચાંગ અનુસાર, ધ્રવાં પુત્રદા એકાદશીના દિવસે પ્રીતિ યોગ બની રહ્યો છે. આ યોગ બપોરે 01:13 વાગ્યે બનશે. આ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પૂજાનું બમણું ફળ પણ મળે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *