Ahmedabad Crime Branch seized liquid drugs: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 3.50 કરોડનું લિકિવડ ડ્રગ્સ પકડી પાડયું
Ahmedabad Crime Branch seized liquid drugs: ડિલીવરી પહેલા જ ક્રાઇમ બ્રાંચ ત્રાટકી અમેરિકાથી પાર્સલ આવ્યું હતું હાઇબ્રીડ ગાંજા સાથે આરોપીઓની ધરપકડ
અમદાવાદ, ૨૨ જૂન: Ahmedabad Crime Branch seized liquid drugs: અમેરિકાના પાર્સલમાં આવેલું રૂા.3.50 કરોડના ડ્રગ્સ સાથેનું પાર્સલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફોરેન પોસ્ટઓફીસના પાર્સલમાંથી પકડી પાડયું છે. પાર્સલ ડિલિવર થાય તે પહેલા જથ્થો ઝડપી લઇ આરોપીઓને પકડયા છે. આ પાર્સલમાં હાઈબ્રિડ અને લિકવિડ ગાંજો હતો.
હાઇબ્રીડ ગાંજો ડ્રગ્સ વગેરેની હેરાફેરી પહેલા એક શહેરથી બીજા શહેર અને એક રાજ્યથી બીજા રાજ્ય સુધી સીમિત હતી. પરંતુ હવે ડ્રગ્સની હેરાફેરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે. એટલે કે એક દેશથી બીજા દેશ સુધી હજારો કિલોમીટરનું અંતર કાપી ડ્રગ્સ પાર્સલ મારફતે અન્ય દેશોમાં સપ્લાય કરવામાં આવે છે.

આ જ મોડસ ઓપરેન્ડીથી પોસ્ટ ઓફિસ ખાતે વિદેશથી આવી રહેલા પાર્સલોની તપાસ કરતા 1 કરોડ 12 લાખની કિંમતનો 3 કિલો 775 ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સાથે મળી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં કરોડોની કિંમતનું ડ્રગ મળી આવ્યું હતું. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો:- Bhuj-Bareilly Express changed: ભુજ-બરેલી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર દોડશે
બીએસએફએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂ. 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતુ,જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન, ચરસના ત્રણ અલગ-અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા હતા. ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા, છેલ્લા એક સપ્તાહમાં બીએસએફએ 150થી વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે.
છેલ્લા 10 દિવસ દરમિયાન કચ્છમાં અબડાસા, લખપત અને માંડવીના દરિયાકિનારેથી 120.50 કરોડનું ડ્રગ્સ બિનવારસુ મળી આવ્યું છે જેમાં ચરસના 1 કિલોના એક એવા 151 પેકેટનો સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસની કિંમત 50 લાખ છે. જ્યારે મેથાએમફ્રેટામાઈનના 9 પેકેટ મળી આવ્યા છે જેના એક કિલોની કિંમત 5 કરોડ છે જે પ્રમાણે દરિયામાં પાણીનું વહેણ છે તે જોતા હજી પણ મોટી સંખ્યામાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાની શક્યતા છે.